________________
યોગદર્શન
२०१
ગદ્યસાહિત્યના અત્યંત પ્રભાવક ગ્રંથોમાં આ ભાષ્યની ગણના થાય છે.૧॰ આ ભાષ્ય ઉપર વાચસ્પતિની પ્રામાણિક ટીકા તત્ત્વવૈશારદી છે. આ જ ભાષ્ય ઉપર વિજ્ઞાનભિક્ષુએ વાર્તિક લખ્યું છે. વિજ્ઞાનભિક્ષુએ સ્વતંત્ર ગ્રંથ યોગસારસંગ્રહ પણ રચ્યો છે. યોગસૂત્ર ઉપર ભોજની વૃત્તિ પણ છે. આ સિવાય બીજી પણ અનેક નાનીમોટી ટીકાઓ છે અને સ્વતંત્ર ગ્રન્થો પણ છે પરંતુ તેઓમાં કોઈ ખાસ વિશેષતા નથી.
પતંજલિનું ‘યોગસૂત્ર’ ચાર પાદમાં વિભક્ત છે. સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ, સમાધિપાદમાં યોગ અને સમાધિનું નિરૂપણ છે. આ નિરૂપણ આ પાદમાં જ સમાપ્ત નથી થતું પણ બીજા પાદમાંય ચાલુ રહે છે. બીજા પાદનો વિષય છે યોગનાં સાધનો પરંતુ સાધનોનું વર્ણન આ પાદના ૨૯મા સૂત્રથી શરૂ થાય છે. વળી, આ પાદમાં યોગનાં આઠ સાધનોમાંથી માત્ર પાંચનું જ નિરૂપણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીનાં ત્રણ સાધનોનું નિરૂપણ ત્રીજા વિભૂતિપાદમાં છે. ત્રીજા પાદનો વિષય વિભૂતિઓ (સિદ્ધિઓ) છે. વિભૂતિઓ તે તે સાધનની સિદ્ધિના પરિણામે સાધકને પ્રાપ્ત થાય છે. વિભૂતિ એ ઐશ્વર્ય છે. વિભૂતિઓનો વિષય ચોથા કૈવલ્યપાદમાં પણ ચાલુ રહે છે. પરંતુ આ ચોથા પાદનો મુખ્ય વિષય તો કૈવલ્ય છે.
યોગ શા માટે ?
સંસાર દુઃખરૂપ છે. તેનું કારણ સાંસારિક વિષયોની પરિણામદુઃખતા, તાપદુઃખતા અને સંસ્કારદુઃખતા છે. વિષય ભોગવતી વખતે જીવ સુખ માને છે પરંતુ ભોગનાં પરિણામો ખરેખર દુ:ખરૂપ છે. ભોગકાળે વિષયસુખમાં રાગ અને તે સુખના બાધક પ્રત્યે દ્વેષ થાય છે. રાગ અને દ્વેષ દુઃખરૂપ જન્મ-મરણના ચક્રને ચાલુ રાખે છે. બીજું વિષયભોગથી તૃષ્ણા ઘટવાને બદલે વધે જ છે અને તૃષ્ણા પોતે દુઃખરૂપ છે. ત્રીજું, વિષયભોગને પરિણામે અનેક રોગ જન્મે છે. ચોથું, વિષયોમાં પરિણામદુઃખતા ઉપરાંત તાપરૂપદુઃખતા પણ છે. શત્રુ, વ્યાધિ, સર્પદંશ વગેરે વિષયોથી જન્મતાં લૌકિક દુઃખો તાપરૂપ છે. આ વિષયો સદા દુઃખરૂપ છે. વળી, દુઃખાનુભવ વખતે ચિત્તમાં ક્લેશ થાય છે અને તેને કારણે દુઃખરૂપ જન્મમરણની પરંપરા ચાલે છે. આ થઈ વિષયોની તાપદુઃખતા. પરિણામદુઃખતા અને તાપદુઃખતા વચ્ચે ભેદ એ છે કે પરિણામદુઃખતામાં . વિષય ભોગકાળે સુખ આપે છે પણ ભવિષ્યમાં દુઃખાનુભવનું કારણ બને છે જ્યારે તાપદુ:ખતામાં તો વિષય ભોગકાળ પહેલાં ભોગકાળે અને પછી એમ ત્રણેય કાળમાં દુ:ખ આપે છે. સંસ્કારદુઃખતા સંસ્કારને લઈને થાય છે. સુખદુઃખનો અનુભવ સુખદુઃખનો સંસ્કાર ચિત્તમાં પાડે છે. એ અનુભવના યા જ્ઞાનના સંસ્કારને વાસના કહેવામાં આવે છે. સંસ્કાર ચિત્તમાં અવ્યક્ત દશામાં પડી રહે છે અને જ્યારે કાળ વગેરે અભિવ્યંજક મળે છે ત્યારે તે જાગે છે. સંસ્કાર જાગતાં સુખદુઃખની સ્મૃતિ જન્મે છે. એ સ્મૃતિથી રાગદ્વેષ ઉદ્ભવે છે. રાગદ્વેષ પ્રવૃત્તિને જન્મ આપે છે. પ્રવૃત્તિ દુઃખનું કારણ બને છે. આ દુઃખના અનુભવથી વળી સંસ્કાર, સ્મૃતિ વગેરેનું ચક્ર શરૂ થાય છે. આ પ્રમાણે સંસ્કારથી જન્મ, મરણ વગેરે અસંખ્ય દુઃખો જન્મે છે. વળી, કર્મ કરવાથી કર્મના સંસ્કાર
૫૧૪