________________
૨૦૦
પદર્શન આવ્યો છે. એટલે કહેવામાં આવે છે કે “યોગ' શબ્દ “યુગ સમાધી ધાતુમાંથી બનેલો છે. પતંજલિએ પણ તેને સમાધિના અર્થમાં વાપર્યો છે. વ્યાસ પણ કહે છે : “જો સમધઃ'. વાચસ્પતિને મતે પ્રસ્તુત “યોગ' શબ્દ “યુગ સમાથી' ધાતુમાંથી નિષ્પન્ન થયેલો છે અને નહિ કે “યુગ સોળે” ધાતુમાંથી. પરંતુ પતંજલિએ યોગની વ્યાખ્યામાં ચિત્તવૃત્તિનિરોધને યોગ ગણ્યો છે તે સહેતુક છે. અસંપ્રજ્ઞાત* દશામાં બધી ચિત્તવૃત્તિઓનો નિરોધ જ છે. આ દિશામાં એકાગ્રતા યા સમાધિ નથી. ચિત્તવૃત્તિનિરોધને યોગ ગણવાથી અસંપ્રજ્ઞાત દશાનો યોગમાં અંતર્ભાવ થઈ જાય છે. જો પતંજલિએ યોગનો અર્થ માત્ર સમાધિ જ કર્યો હોત તો જ્યાં માત્ર ચિત્તવૃત્તિનિરોધ જ છે અને એકાગ્રતા છે જ નહિ તે અસંપ્રજ્ઞાતદશાનો “યોગ' શબ્દથી સંગ્રહ ન થાત. અસંપ્રજ્ઞાતને સમાધિ કહેવામાં આવે છે એ તો રૂઢિ છે.
સાંખ્ય અને યોગ સાંખ્ય અને યોગ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. ખરેખર તો સાંખ્યના સિદ્ધાંતોનો વ્યાવહારિક જીવનમાં પ્રયોગ એ જ યોગ છે. યોગ સાંગનો વ્યાવહારિક પૂરક છે. જ્ઞાનોત્પત્તિની સાંખ્યોક્ત પ્રક્રિયાને યોગ સ્વીકારે છે. યોગ સાંખ્યનાં પચીસ તત્ત્વોનેય સ્વીકારે છે. પણ એમાં તે એક વધુ ઉમેરે છે–ઈશ્વર. સાંખ્ય મત અનુસાર વિવેકજ્ઞાન જ મુક્તિનું સાધન છે. યોગ આ વાત માની વધુમાં જણવે છે કે યોગાભ્યાસ જે વિવેકજ્ઞાનનું સાધન છે. એટલે જ ચિત્ત અને ચિત્તની અવસ્થાઓનો વિસ્તૃત વિચાર યોગમાં છે, સાંખ્યમાં નથી, સાંખ્ય એ સિદ્ધાંત છે, યોગ એ સાધન છે. યોગસાધના વિના સાંખ્યોક્ત તત્ત્વોનું જ્ઞાન, વિવેકજ્ઞાન અને આત્યંતિક દુઃખમુક્તિ અશકય છે. સાંખ્ય અને યોગ બંનેના સમન્વયથી જ તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને દુઃખમુક્તિ શક્ય બને છે. એટલે જ ગીતાકાર કહે છે: “સાથિયો પૃથ વાટા: પ્રવત્તિ ન પcતાઃ | વાસ્તવમાં સાંખ્ય અને યોગ બંને મળીને જ એક શાસ્ત્ર વા તંત્ર બને છે. યોગદર્શનને “સાંખ્યપ્રવચન' પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં પ્રાયઃ સર્વ પ્રક્રિયા સાંખ્યની છે. યોગસૂત્ર ઉપરના પોતાના ભાષ્યનું નામ વ્યાસે આ જ કારણે “સખ્યપ્રવચનભાષ્ય' એવું રાખ્યું છે. યોગદર્શનમાં ઈશ્વરનો સ્વીકાર કરાયેલ હોઈ તેને “સેશ્વર સાંખ્ય' તરીકે પણ ઓળખવામાં આવે છે.
યોગસાહિત્યપરિચય યોગ યા સાધનાની પરંપરા ખૂબ પ્રાચીન છે અને આર્યોના આગમન પહેલાંના કાળમાં તેના મૂળ હોવાનો વિશેષ સંભવ છે. આ જ પરંપરા પતંજલિના યોગદર્શનમાં જૈનોના આગમોમાં અને બૌદ્ધોના પિટકોમાં મળે છે. સાધનાપરંપરા એક હોવા છતાં ભિન્ન ભિન્ન તત્ત્વવ્યવસ્થાઓએ તેને અપનાવી ભિન્નભિન્ન ઓપ આપ્યો છે. પતંજલિએ ઈ. સ. પૂર્વે ૨૦૦ આસપાસ યોગસંબંધી ધારણાઓને પોતાના યોગસૂત્રમાં સંગૃહીત કરી છે. અને એ ધારણાઓને સાંખ્યવિચારધારાને અનુકૂળ બનાવી એક વ્યવસ્થિત રૂપ આપ્યું છે. યોગસૂત્ર ઉપર વ્યાસે પ્રસિદ્ધ ભાષ્ય રચ્યું છે. વિશ્વના દાર્શનિક