________________
યોગદર્શન
અધ્યયન ૧ પીઠબન્ધ
જેમને અવિવેક યા મિથ્યાદર્શનથી મુક્ત થવું છે, જેમને રાગ વગેરે ક્લેશોથી મુક્ત થવું છે, જેમને કર્મના વિપાકોમાંથી મુક્ત થવું છે તેમને માટે મહર્ષિ પતંજલિનું યોગદર્શન એક અમૂલ્ય ખજાનો છે. યોગદર્શન દર્શન હોવા સાથે સાથે એક અણમોલ કલા છે. એ છે અમૃતા આત્મની કલા.
‘યોગ’ શબ્દનો અર્થ
‘યોગ' શબ્દની જુદી જુદી વ્યુત્પત્તિઓ કરી જુદા જુદા અર્થો કરી શકાય છે. કઠોપનિષદ (૬.૧૧)માં ‘યોગ'શબ્દનો પ્રયોગ ‘ઇન્દ્રિયોને વશ કરવા'ના અર્થમાં કરવામાં આવ્યો છે. ગીતામાં યોગની અનેક વ્યાખ્યાઓ આપી છે તેમાંની બે બહુ જાણીતી છે—‘સમત્વ યો।૩વ્યતે” અને ‘યોગ: ર્મસુ કૌશમ્ ।', પરંતુ આ બે વ્યાખ્યાઓના અર્થમાં કોઈ ભેદ નથી. સમત્વનો અર્થ ક્લેશરાહિત્ય છે. ‘કૌશલ’નો અર્થ સામાન્યપણે આપણે જે લઈએ છીએ તેનાથી કંઈક જુદો છે. ‘કૌશલ’ એટલે શું ? યોગભાષ્યમાં ક્લેશરહિત વિવેકીને કુશલ કહ્યો છે અને ક્લેશવાળા અવિવેકીને અકુશલ કહ્યો છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત ‘કૌશલ' યા ‘કુશળતા’નો અર્થ ક્લેશરાહિત્ય જ છે. વળી, આપણે ત્યાં સામી વ્યક્તિને ‘કુશળ છો ને ?’ એમ પૂછવાનો રિવાજ છે. અહીં પણ કુશળતાનો અર્થ ક્લેશરાહિત્ય અર્થાત્ ચિત્તની પ્રસન્નતા જ છે. કર્મોમાં (પ્રવૃત્તિમાં) ક્લેશરહિતભાવે અર્થાત્ નિષ્કામભાવે વર્તવું તે યોગ છે. આમ સમત્વ અને કૌશલ એ બે જુદી વસ્તુ નથી જ. મનુએ ‘યોગ’ શબ્દનો અર્થ ‘વશ કરવુ’ એવો કર્યો છે.’ અહીં યુઝ્ ધાતુનો સંયમના અર્થમાં પ્રયોગ થયો હોય તેમ લાગે છે. અનેક સ્થળે યોગનો અર્થ જીવાત્મા અને પરમાત્માનો સંયોગ (યુન સંયોને) એવો કરવામાં આવ્યો છે. યાજ્ઞવલ્કચ કહે છે કે ‘સંયોગો યોગ રૂત્યુ નીવાત્મપમાત્મનો ’. પતંજલિ યોગનો અર્થ ચિત્તવૃત્તિનિરોધ કરે છે. પરંતુ સંપ્રજ્ઞાત અવસ્થામાં આલંબન સિવાયના વિષયોની ચિત્તવૃત્તિઓનો નિરોધ અને આલંબન ઉપર ચિત્તની સ્થિરતા યા એકાગ્રતા (અર્થાત્ આલંબનવિષયક ચિત્તવૃત્તિઓનો સદૃશ પ્રવાહ) એ બંને પરસ્પર અવિનાભાવી હોવાથી યોગનો અર્થ ચિત્તવૃત્તિનિરોધ ઉપરાંત સમાધિ પણ કરવામાં
:
૫