________________
અધ્યયન ૧૮ અહિંસા યા સાધનશુદ્ધિ
અહિંસાના સંપૂર્ણ આચરણ વિના આત્યંતિક દુઃખમુક્તિ સંભવતી જ નથી. બીજાને દુઃખી કરી કદીય સુખી થઈ શકાતું નથી, એટલે જ સાંખ્યોને મતે દુઃખમુક્તિના વૈદિક ઉપાયો દૃષ્ટ ઉપાયો જેવા અશુદ્ધ છે અને તેથી તેમનાથી જે સધાય છે તે અનિત્ય તેમજ અતિશયયુક્ત જ હોય છે. જે અનિત્ય અને અતિશયયુક્ત હોય તે દુઃખમય જ હોય, વૈદિક ઉપાયોની અશુદ્ધિ તેમની હિંસાપરસ્તીને કારણે છે. જો નિર્ભેળ શુદ્ધ ચિદાનંદ પામવો હોય તો તેને પામવાના ઉપાયો પણ શુદ્ધ જ જોઈએ. સાધનાનો પ્રકર્ષ એ જ સાધ્ય છે. એટલે, સાધ્યનાં સાધનો યા સાધના શુદ્ધ જ જોઈએ. આમ દુઃખ-વૈયક્તિક કે સામૂહિક-દૂર કરવા હિંસક ઉપાયોનો આશરો લેવાનો સાંખ્ય સખત વિરોધ કરે છે. હિંસક ઉપાયોથી દુઃખ દૂર થતું જ નથી એ મહત્ત્વની વાત સાંખે કરી છે. સાંખ્યની બીજી મહત્ત્વની વાત એ છે કે હિંસામાંથી નિવૃત્ત થવા ઇચ્છનારે ભોગમાંથી નિવૃત્ત થવું જ જોઈએ કારણ કે ભોગ હિંસા વિના સંભવતો જ નથી. નાનુNહત્ય મૂરિ વિષયોપોનઃ સંપતિ. એવી વ્યક્તિએ ભોગમાંથી નિવૃત્ત થઈ ત્યાગ અને યોગનો માર્ગ જ ગ્રહણ કરવો જોઈએ. ત્યાગી અને યોગી જ નિષ્કામ બની શકે છે. ભોગી કદીય નિષ્કામ બની શકે નહિ. નિષ્કામ અને અનાસક્ત વિવેકી પુરુષ કદીય હિંસા આચરે નહિ. અંતે, અનાસક્તિ અને અહિંસા એક જ બની જાય છે. ભોગી સકામ પુરુષને અહિંસા પાળવી મુશ્કેલ છે, અશક્ય છે. ભોગ, સકામતા અને હિંસા એ પણ છેવટે એક જ વસ્તુ બની રહે છે. સાંખ્યનો અહિંસા, ત્યાગ અને સાધનશુદ્ધિ ઉપરનો અત્યંત ભાર અને વૈદિક ક્રિયાકલાપનો વિરોધ ઘણો જ સૂચક છે, અને વૈદિક પરંપરાથી ભિન્ન મૂળ ભારતીય પરંપરાનો કદાચ ઘાતક પણ હોય.
પાદટીપ १ दृष्टवदानुश्रविकः स ह्यविशुद्धिक्षयातिशययुक्तः । तद्विपरीतः श्रेयान् व्यक्ताव्यक्तज्ञ
વિજ્ઞાનાત | સંવ 1. ૨ | २ सां० त० कौ० ५० ।