________________
પ્રવેશક
વાદી એ આપે છે કે આપણા સ્મરણાત્મક જ્ઞાન આ જન્મમાં થયેલા આપણા પ્રત્યક્ષાત્મક અનુભવોની વાસના ઉપર નિર્ભર છે, જ્યારે પ્રત્યક્ષાત્મક જ્ઞાન આપણી અનાદિ વાસના ઉપર નિર્ભર છે. અનાદિ વાસના અનાદિ છે એટલે એના કારણ તરીકે ક્યારેય બાહ્ય વસ્તુ નથી જ.
૯
વિજ્ઞાનવાદી બૌદ્ધો બધી જ ક્ષણિક વસ્તુઓને સત્ નિહ માનતાં માત્ર ક્ષણિક વિજ્ઞાનને જ સત્ માને છે. માત્ર વિજ્ઞાન યા ચેતનને જ સત્ માનવાની આ વાત તેમને શાંકર વેદાન્તીઓની સમાન ભૂમિકાએ મૂકે છે પરંતુ તે બંને વચ્ચે ભેદ એ છે કે, વિજ્ઞાનવાદીઓનું વિજ્ઞાન ક્ષણિક છે, ઉપરાંત તેઓ વિજ્ઞાનના નાના સન્તાનો(continuums)માં માને છે; જ્યારે શાંકર વેદાન્તીઓ વિજ્ઞાનને – બ્રહ્મને કૂટસ્થંનિત્ય અને એક જ માને છે. વિજ્ઞાનવાદીઓ સત્ની ત્રણ કોટિઓ સ્વીકારે છે—પરમાર્થ સત્, સંવૃત સત્ અને રિકલ્પિત સત્. આપણે કહી શકીએ કે, એમને મતે ક્ષણિક વિજ્ઞાન જ પરમાર્થ સત્, બાહ્ય ક્ષણિક વસ્તુઓ સંવૃતિ સત્ અને નિત્ય દ્રવ્ય વગેરે પરિકલ્પિત સત્ છે.
(૭) શૂન્યવાદ (બૌદ્ધ)
શૂન્યવાદીઓ અનુસાર ક્ષણિક ‘ધર્મ’ સત્ નથી, અર્થાત્ ક્ષણિક બાહ્ય વિષયો કે ક્ષણિક વિજ્ઞાન પણ સત્ નથી. તેઓ ‘ધર્મનૈરાત્મ્ય’ યા ‘ધર્મશૂન્યતા’ની સ્થાપના કરે છે. થે૨વાદ, વૈભાર્ષિક, સૌત્રાન્તિક અને વિજ્ઞાનવાદી અનુસાર ‘પ્રતીત્યસમુત્પાદ’નો અર્થ હતો કારણના હોતાં કાર્યનું ઉત્પન્ન થવું, પરન્તુ શૂન્યવાદે પ્રતીત્યસમુત્પાદને એક ડગલું આગળ વધાર્યો. ‘એના હોતાં (કારણના હોતાં) આ (કાર્ય) ઉત્પન્ન થાય છે' એનો અર્થ એ છે કે પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુ પર નિર્ભર છે અર્થાત્ એનો ‘સ્વભાવ’, ‘સ્વરૂપ’ યા ‘સત્ત્વ’ બીજી વસ્તુ ઉપર આધાર રાખે છે. આમ વસ્તુને પોતાનો સ્વભાવ યા સત્ત્વ નથી. આમ પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુ પર આધાર રાખતી હોવાથી ‘નિઃસ્વભાવ’ યા ‘સ્વરૂપશૂન્ય' છે. શૂન્યવાદ અનુસાર ‘પ્રતીત્યસમુત્પાદ’નો અર્થ છે વસ્તુઓની પરસ્પર સાપેક્ષતા (relativity) = નિઃસ્વભાવ યા ‘શૂન્યતા’૨. આ સિદ્ધાંત અનુસાર ‘ધર્મો’ નિઃસ્વભાવ યા ‘શૂન્ય’ મનાયા છે.
શૂન્યવાદી નાગાર્જુનની ‘માધ્યમિકકારિકા’માં રજૂ થયેલી તર્કપદ્ધતિ સૂક્ષ્મ છે. તેમાં ગતિ, ઇન્દ્રિય, સ્કન્ધ, ધાતુ, દુઃખ, સંસર્ગ, સ્વભાવ, કર્મ, બંધ-મોક્ષ, કાલ, આત્મા વગેરે માન્યતાઓની પાંડિત્યપૂર્ણ પરીક્ષા કરી એવી સ્થાપના કરવામાં આવી છે કે એ બધી માન્યતાઓ શૂન્ય છે, સ્વભાવશૂન્ય છે, નિઃસ્વભાવ છે, ઠાલી છે. ખરેખર તો નાગાર્જુનનો આશય બુદ્ધિની ક્ષુદ્રતા, તેનો dialectical સ્વભાવ પ્રગટ કરવાનો છે. તેના ગ્રંથમાં તો સ્વયં બુદ્ધિની પરીક્ષા (Critique of reason) છે. બુદ્ધિ દ્વારા બુદ્ધિની ક્ષુદ્રતાનું ભાન થતાં પ્રજ્ઞાનો સાક્ષાત્કાર થાય છે. આ પ્રજ્ઞા જ પરમતત્ત્વ છે. તેનો સ્વભાવ પરતંત્ર નથી પણ સ્વતંત્ર છે. તે લક્ષણશૂન્ય છે, અલક્ષણ છે અર્થાત્ અવર્ણનીય-અનિર્વચનીય છે. તે સત્ પણ નથી, અસત્ પણ નથી,