________________
ષડ્રદર્શન
' વિષયનું પ્રત્યક્ષ કરીએ છીએ. આમ સૌત્રાન્તિક અનુસાર આપણને વિષયનું સાક્ષાત્ પ્રત્યક્ષ થતું નથી પરંતુ જ્ઞાનગત વિષયના સારૂપ્ય દ્વારા વિષયનું પ્રત્યક્ષ થાય છે. આપણને સાક્ષાત્ પ્રત્યક્ષ વિષયના સારૂપ્યનું થાય છે, વિષયનું પ્રત્યક્ષ તો સારૂપ્ય દ્વારા જ થાય છે. આવો સૌત્રાન્તિકોનો મત હોવાથી તેમને બાહ્યાર્થાનમેયવાદી ગણવામાં આવ્યા છે.
(૬) વિજ્ઞાનવાદ (બૌદ્ધ) એકવાર સ્વીકારાયું કે બાહ્ય વિષયનું સાક્ષાત્ પ્રત્યક્ષ થતું જ નથી પરંતુ તેણે ચિત્ત ઉપર પાડેલી છાપનું જ પ્રત્યક્ષ થાય છે એટલે વિજ્ઞાનવાદનો માર્ગ મોકળો થઈ ગયો. વિજ્ઞાનવાદે જણાવ્યું કે બાહ્ય વિષય જ નથી. અને જ્ઞાનગત છાપ યા આકાર એ બાહ્ય વિષયનો છે એવું કહેવાને કોઈ આધાર નથી, તે તો વિજ્ઞાનનો પોતાનો આકાર છે; બાહ્યાર્થવાદી પણ સ્વીકારે છે કે સ્વપ્રમાં બાહ્યર્થ વિના જ્ઞાનમાં આકાર ઊઠે છે; તો પછી એમ કેમ ન માનવું કે બાહ્ય અર્થ વિના જ વિજ્ઞાનમાં ભિન્ન ભિન્ન આકારો અનાદિ વાસનાને કારણે ઊઠે છે ?
વિજ્ઞાનવાદી જ્ઞાનનું સ્વસંવેદન માને છે. અર્થાતું, જ્યારે જ્ઞાન વસ્તુને જાણે છે. ત્યારે તે પોતાને પણ જાણે જ છે."આને આધારે વિજ્ઞાનવાદી બાહ્ય વસ્તુઓનું ખંડન કરે છે. તેની યુક્તિ નીચે પ્રમાણે છે : જ્યારે આપણે પ્રત્યક્ષથી “નીલને દેખીએ છીએ ત્યારે “નીલ” અને એનું “પ્રત્યક્ષ” એ બે વસ્તુઓ અલગ અલગ પ્રતીત થતી નથી. એમની કદીય અલગ અલગ પ્રતીતિ ન થતી હોવાથી એ પુરવાર થાય છે કે તે બે એક જ વસ્તુ છે (હોપનિયમોનીટરિયો, કારણ કે જે બે વસ્તુઓ ભિન્ન હોય છે તેમનું ક્યારેક તો જુદું જ્ઞાન થાય જ. પરંતુ અહીં તો એવું થતું નથી, એટલે તે બંને એક જ વસ્તુ હોવી જોઈએ, અને “જ્ઞાન”ને માન્યા વિના છૂટકો જ નથી એટલે “નીલનું જ્ઞાન” જ યથાર્થ વસ્તુ છે અને નહિ કે નીલ વસ્તુ.
વિજ્ઞાનવાદી સમક્ષ એ પ્રશ્ન આવ્યો કે જો બાહ્ય પદાર્થોનું અસ્તિત્વ ન હોય તો આપણાં પ્રત્યક્ષ અનુભવાત્મક જ્ઞાનોમાં “ઘટ”, “પટ' વગેરે આકારોનું અંતર કેમ જણાય છે, કારણ કે સ્મરણાત્મક જ્ઞાનોનું અંતર તો અનુભવોના આધાર પર હોય છે પરંતુ અનુભવાત્મક જ્ઞાનોમાં અંતર જણાવાનું કારણ શું છે? માની લઈએ કે જ્ઞાન સ્વભાવથી જ નાના આકારોવાળું થાય છે, એના માટે અન્ય કોઈ નિમિત્તની આવશ્યકતા નથી, તો પણ પ્રશ્ન થાય છે કે સ્મરણાત્મક અને અનુભવાત્મક જ્ઞાનો વચ્ચે અંતર કેમ છે ? આપણાં જ્ઞાન બે પ્રકારનાં છે–એક સ્મરણાત્મક અને બીજાં અનુભવાત્મક (પ્રત્યક્ષાત્મક). પ્રત્યક્ષાત્મક જ્ઞાનો વિશદ યા સ્કુટ હોય છે, જ્યારે સ્મરણાત્મક જ્ઞાનો અવિશદ યા અસ્લટ હોય છે. વળી, સ્મરણાત્મક જ્ઞાનો આપણી ઇચ્છાને અધીન હોય છે, જ્યારે અનુભવાત્મક જ્ઞાન આપણી ઇચ્છા ઉપર નિર્ભર નથીઆંખ ખૂલી એટલે એની આગળ જે કંઈ હશે તે પ્રત્યક્ષ થવાનું જ, તમારી ઇચ્છા હોય કે ન હોય. આ બે પ્રકારના જ્ઞાનમાં આવું અંતર કેમ છે? આ પ્રશ્નનો ઉત્તર વિજ્ઞાન