________________
પ્રવેશક વ્યક્તિ ભિન્ન છે. તે એક અને નિત્ય નથી. તે સાદશ્યરૂપ છે. સભાગતાના બે પ્રકાર છે- સત્ત્વસભાગતા (અભિન્ના સભાગતા) અને ધર્મસભાગતા (ભિન્ના સભાગતા). સત્ત્વસભાગતા સર્વસત્ત્વવર્તિની છે જ્યારે ધર્મસભાગતા પ્રાણીઓના નાના નાના વર્ગોમાં રહેનારી છે. ૨૭
ચિત્તક્ષણ અને રૂ૫ક્ષણનાં બે ભિન્ન ધોરણો સ્વીકાર્યા વિના વૈભાષિકો પ્રત્યક્ષને ઘટાવે છે. તેઓ જ્ઞાનને વિષયનું ગ્રાહક માનતા નથી. તેઓ વિષયને જ્ઞાનનો સહભૂહેતુ માને છે. અર્થાતુ, વિષય અને જ્ઞાન (તેમ જ ઇન્દ્રિય) એક કાળે ઉત્પન્ન થાય છે. તેઓ વિષય અને જ્ઞાન વચ્ચે સારૂપ્ય (co-ordination) માને છે. ઇન્દ્રિય પણ જ્ઞાનસહભૂ હોવા છતાં જ્ઞાન ઇન્દ્રિયનું નથી થતું પણ વિષયનું થાય છે, કારણ કે ઇન્દ્રિય અને જ્ઞાન વચ્ચે સારૂપ્ય નથી પરંતુ વિષય અને જ્ઞાન વચ્ચે સારૂપ્ય છે.”
(૫) સૌત્રાન્તિકદર્શન (બૌદ્ધ) સૌત્રાન્તિકો ધર્મોનું સૈકાલિક અસ્તિત્વ સ્વીકારતા નથી. તેમને મતે વર્તમાન ક્ષણ જ અસ્તિત્વ ધરાવે છે. અલબત્ત, પૂર્વની ઘટનાની પછીની ઘટના પરની અસરને તેઓ નકારતા નથી. પરંતુ તેને તેઓ ક્ષણોના સંતાન (continuum)માં ઉદ્ભવતા ક્રમિક પરિવર્તન દ્વારા સમજાવે છે. પરિવર્તનની શક્યતા ક્ષણમાં તો છે જ નહિ. તે તો ઉત્પન્ન થતાં જ નાશ પામે છે અને તેની જગ્યા બીજી ક્ષણ લે છે. એક સંતાનગત બધી ક્ષણોનો સ્વભાવે પોતપોતાના કારણભૂત પૂર્વ ક્ષણથી નિયત થાય છે.
સૌત્રાન્તિકો વૈભાષિકોએ માનેલી સભાગતાનું ખંડન કરે છે. તેઓ સામાન્ય જેવી કોઈ બાહ્ય વસ્તુને માનતા નથી. તેઓ વૈભાષિકોને સાચો જ પ્રશ્ન પૂછે છે કે જો યવ, ચોખા વગેરેમાં સભાગતા ન હોવા છતાં તેમને વિશે સાદૃશ્યજ્ઞાન થાય છે તો પછી સત્ત્વોની બાબતમાં સભાગતા માન્યા વિના સાદૃશ્યજ્ઞાન કેમ ન થઈ શકે ? તેઓ કહે છે કે વૈભાષિકોએ વગર વિચાર્યે સભાગતાના અંચળા હેઠે વૈશેષિકોનું સામાન્ય સ્વીકાર્યું છે. સામાન્યના ખંડનમાંથી સૌત્રાન્તિકોનો અપોહસિદ્ધાંત ઉદ્ભવ્યો છે અને વિકસ્યો છે. સૌત્રાન્તિકોના આ અપોહસિદ્ધાંત પ્રમાણે ગોત્વ જેવું કોઈ સામાન્ય નથી; જેને ગોત્વ કહેવામાં આવે છે તે તો કેવળ અગોવ્યાવૃત્તિ (exclusion of non-cows) છે; આ અગોવ્યાવૃત્તિ બધી ગોવ્યક્તિઓમાં હોવાથી આપણને બધી ગાયોમાં એકત્વનું યા સાદૃશ્યનું જ્ઞાન થાય છે.
સૌત્રાન્તિકો વૈભાષિકની સહભૂતની માન્યતાનું ખંડન કરે છે અને જણાવે છે કે જે બે સહભૂ હોય તેમની વચ્ચે કાર્યકારણભાવ ન હોય, તે બે ખરેખર તો એક કારણમાંથી ઉદ્ભવેલાં બે કાર્યો જે હોય.” તેથી સૌત્રાન્તિકો અનુસાર પ્રત્યક્ષજ્ઞાન
જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેનો વિષય નાશ પામી ગયો હોય છે. તો પછી તેને તે વિષયનું પ્રત્યક્ષ કેમ ગણી શકાય ? આ પ્રશ્નનો ઉત્તર આપતી વેળા સૌત્રાન્તિકો સારૂપ્યની માન્યતાનો આશરો લે છે. તેઓ કહે છે કે ઇન્દ્રિયો મારફત વિષય પ્રથમ ક્ષણે ચિત્ત ઉપર પોતાની છાપ (સારૂપ્ય) પાડે છે અને આ છાપ દ્વારા આપણે બીજી ક્ષણે