________________
સાંખ્યદર્શન
૧૭૧
જીવન્મુક્ત પુરુષના શરીરનો પાત થતાં કૃતકૃત્યતાને પરિણામે પ્રકૃતિની સાથે તેનો કોઈ સંબંધ રહેતો નથી. ભોગ અને અપવર્ગ ક્રિયા સંપન્ન થતાં પ્રકૃતિ કૃતકૃત્ય થઈ જાય છે. જે ધર્મ-અધર્મ ફલદાને પ્રવૃત્ત થયા નથી હોતા તે તત્ત્વજ્ઞાનના પ્રભાવે ફરી શરીરોત્પત્તિમાં અસમર્થ બની જાય છે. આરબ્ધ ધર્મ-અધર્મનો ક્ષય ભોગથી જ થાય છે. તેથી તત્ત્વજ્ઞાની પુરુષના દેહપાત પછી જ ઐકાન્તિક અને આત્યન્તિક મુક્તિ ઘટે છે.૩૪
શું બધા જીવો મુક્ત થવાને યોગ્ય છે કે અમુક જ જીવો ? સાંખ્યોને મતે બધા જીવો મુક્ત થવાને યોગ્ય છે. પરંતુ બધા જ મુક્ત થઈ જશે અને સંસારનો અંત આવી જશે એવો ભય સાંખ્યોને નથી, કારણ કે જીવો અનંત છે. અનેક પુરુષોએ કૈવલ્યપ્રાપ્તિ કરી હોવા છતાં બાકી રહેલા અનંત જીવોને માટે પ્રકૃતિનું સૃષ્ટિકાર્ય ચાલે છે. તેથી એક દિન એવો આવશે જ્યારે પ્રકૃતિનું સૃષ્ટિકાર્ય બંધ થઈ જશે એમ માનવું અયોગ્ય છે. યોગદર્શન કહે છે કે ભોગ્ય ભોગ્યને માટે ન જ હોય. ભોગ્યને ભોક્તાની અપેક્ષા છે. ભોક્તા પુરુષને માટે ભોગ્ય પ્રકૃતિનું અસ્તિત્ત્વ છે. પુરુષના ભોગ અને અપવર્ગરૂપ પુરુષાર્થો સિદ્ધ ન થાય ત્યાં સુધી પુરુષનો પ્રકૃતિની સાથે સંબંધ છે. જેવા તે પુરુષાર્થો સિદ્ધ થાય છે તેવો જ તે સંબંધ તૂટી જાય છે પરંતુ બીજા અકૃતાર્થ પુરુષો સાથે તો પ્રકૃતિનો સંબંધ ચાલુ જ રહે છે. પ્રકૃતિ એક છે પરંતુ પુરુષો તો અગણિત છે. દ્રષ્ટા અને દૃશ્ય નિત્ય હોઈને પ્રકૃતિ અને પુરુષનો સંબંધ અનાદિ છે. પ્રકૃતિની સૃષ્ટિક્રિયા અનાદિ કાળથી ચાલ્યા કરે છે. કેટલાક પુરુષો મુક્ત થયા હોવા છતાં અમુક્ત પુરુષોના ભોગ અને અપવર્ગ માટે પ્રકૃતિનો સૃષ્ટિપ્રવાહ અનંત કાળ ચાલ્યા જકરશે. સાંખ્યોનો ગાણિતિક તર્ક એ છે કે અનંતમાંથી અનંત બાદ કરો તોય અનંત બાકી રહે છે. એટલે સૃષ્ટિપ્રવાહનો આત્મન્તિક અન્ન કદીય સંભવતો નથી અને પરિણામે સંસારનો અંત પણ કદીય થવાનો નથી.
પાદટીપ
१ परिणामतापसंस्कारदुःखैर्गुणवृत्तिविरोधाच्च दुःखमेव सर्वं विवेकिनः । योगसूत्र
૨. ૧૧ ।
૨ અક્ષિપાત્ર પો ફ્રિ વિદ્વાન્ । ચોળમાળ, ૨. ૨૯ ।
૩ પ્રવૃત્તેરાન વાત્સસંમત્વાત્ પશુવત્ । સાંસૂ રૂ. ૭૨ ।
૪ યોગમાળ, ૨. ૨૯ ।
५ एवमविद्या न प्रमाणं न प्रमाणाभावः किन्तु विद्याविपरीतं ज्ञानान्तरमविद्येति । योगभाष्य २. ५ ।
६ सेयं पञ्चपर्वा भवत्यविद्या; अविद्याऽस्मितारागद्वेषाभिनिवेशाः क्लेशा इति एत एव स्वसंज्ञाभिस्तमो मोहो महामोहस्तामिस्रोऽन्धतामिस्र इति । योगभाष्य, १. ८ । ७ विपर्ययादिष्यते बन्धः । सां० का० ४४ । तत्र विपर्ययोऽज्ञानमविद्या । सां० त० જા ૪૬ । મા૦ ૪૦ ના ૪૭ ।
८ अविवेको युक्तितः श्रवणतश्च न बाध्यते नोच्छिद्यते । सां० प्र० भा० १. ५९ ।