________________
સાંખ્યદર્શન
૧૫૭
मानुष्यम् । एवमातिवाहिकं सूक्ष्मशरीरमिन्द्रियाणां धारणप्रापणसमर्थं नित्यं बाह्येनाऽपायिना परिवेष्ट्यते परित्यज्यते च । युक्तदी० पृ० १२१ । આ છ સિદ્ધિઓ પેલી પ્રસિદ્ધ આઠ સિદ્ધિઓથી જુદી જાતની છે. આ છ સિદ્ધિઓનું યુક્તિદીપિકામાં (કારિકા ૩૯) આપેલું વર્ણન નીચે પ્રમાણે છે :
(૧) સંકલ્પસિદ્ધિ - સૃષ્ટિના આરંભે જીવોમાં સત્ત્વગુણ પ્રબળ હોય છે. એટલે તેઓ શરીરસંયોગ વિના કેવળ સંકલ્પ દ્વારા જ પૂર્ણ કામસુખ પામે છે. કેવળ સંકલ્પ દ્વારા જ તેમની મૈથુનક્રિયા પૂરી થાય છે. (૨) દૃષ્ટિસિદ્ધિ - સૃષ્ટિના બીજા તબક્કે જીવોમાં સત્ત્વગુણ કંઈક ક્ષીણ થાય છે. એટલે તેમને સંકલ્પસિદ્ધિ હોતી નથી. તેમની મૈથુનક્રિયા કેવળ સકામ દૃષ્ટિપાત દ્વારા પૂર્ણ થાય છે. અત્યારે પણ કેટલાંક પ્રાણીઓમાં આ સિદ્ધિ જણાય છે. કાચબી કાચબા પ્રતિ સકામ દૃષ્ટિપાત કરી ગર્ભ ધારણ કરે છે. (૩) વાસિદ્ધ - સૃષ્ટિના ત્રીજા તબક્કે સત્ત્વગુણમાં વધુ ક્ષીણતા આવે છે. એટલે જીવોને પહેલી બે સિદ્ધિઓ હોતી. નથી. તેમની મૈથુનક્રિયા કેવળ પ્રિયજનના શબ્દશ્રવણ દ્વારા પૂરી થાય છે. અત્યારે પણ શંખી શબ્દશ્રવણ દ્વારા ગર્ભધારણ કરે છે. પ્રિયજન સાથે મધુર આલાપ કરી મનુષ્યવ્યક્તિ પ્રચૂર આનંદ પામે છે તે આ સિદ્ધિનો અવશેષ છે. (૪) હસ્તસિદ્ધિ - સૃષ્ટિના ચોથા તબક્કે જીવગત સત્ત્વગુણમાં કંઈક વધારે ક્ષીણતા આવે છે. એટલે, જીવીને પહેલી ત્રણ સિદ્ધિઓ હોતી નથી, તેઓ કેવળ હાથના સ્પર્શ દ્વારા સંપૂર્ણ કામસુખ પામે છે. તેમની મૈથુનક્રિયા કેવળ સ્પર્શથી જ પૂર્ણ થાય છે. આજેય પ્રિયજનના હાથને દબાવવાથી અત્યન્ત આનંદ થાય છે તે આ સિદ્ધિનો અવશેષ છે. (૫) આશ્લેષસિદ્ધિ - સૃષ્ટિના પાંચમા તબક્કે જીવોમાં સત્ત્વગુણ વધુ ક્ષીણ થાય છે. એટલે જીવોને પહેલી ચાર સિદ્ધિઓ હોતી નથી. કેવળ આશ્લેષ દ્વારા તેમની મૈથુનક્રિયા પૂર્ણ થાય છે. (૬) દ્વન્દ્વસિદ્ધિ - સૃષ્ટિના છઠ્ઠા તબક્કે પૂર્વવર્તી સત્ત્વશક્તિમાં વધુ ક્ષીણતા આવે છે એટલે પૂરું કામસુખ અને પૂર્ણ મૈથુનક્રિયા માટે જીવોને શરીરસંઘર્ષણ જરૂરી બને છે. મહાભારતમાં પણ આ છ સિદ્ધિઓનું નિરૂપણ છે.
सन्ति देवनिकायाश्च सङ्कल्पाज्जनयन्ति ये ।
वाचा दृष्ट्या तथा स्पर्शात् सङ्घर्षेणेति पञ्चधा ॥
મહાભારત ૧૧ | ૨૮ | ૨૬ |
યોગભાષ્યમાં (૩.૨૬) સંકલ્પસિદ્ધિનો નિર્દેશ છે. જૈન ઉપાંગ પણવણાસૂત્રના ૩૪મા પદમાં પરિચારણા (=મૈથુન)નું નિરૂપણ છે. તેમાં મનઃપરિચારણા, રૂપપરિચારણા, શબ્દપરિચારણા, સ્પર્શપરિચારણા અને કાયપરિચારણાનું વર્ણન છે. સંકલ્પસિદ્ધિને મનઃપરિચારણા સાથે, દૃષ્ટિસિદ્ધિને રૂપપરિચારણા સાથે, વાસિદ્ધિને શબ્દપરિચારણા સાથે, હસ્તસિદ્ધિ-આશ્લેષસિદ્ધિને સ્પર્શપરિચારણા સાથે અને દ્વન્દ્વસિદ્ધિને કાયપરિચારણા સાથે સરખાવો.