________________
૧૫૬
પદર્શન એક દેહમાંથી બીજા દેહમાં ન જઈ શકતું હોય તો તેને આતિવાહિક દેહમાં આશ્રય લેવા જવા માટે પણ બીજા દેહની કલ્પના કરવી પડશે અને આમ અનવસ્થાદોષ આવશે. જો કહેવામાં આવે કે આ દોષ આવતો નથી કારણ કે ચિત્ત આતિવાહિકશરીરમાં સર્ગથી માંડી પ્રલય સુધી રહે છે તો કહેવું જોઈએ કે આવા આતિવાહિકશરીર માટે કોઈ પ્રમાણ નથી. આચાર્ય સ્વયંભૂને મતે ચિત્ત વિભુ છે. તેની વૃત્તિ જ સંકોચવિકાસશીલ છે– ચિત્ત
જ્યાં તેની વૃત્તિ સંકેલી લે છે ત્યાં મૃત્યુ કહેવાય છે અને જ્યાં તે પોતાની વૃત્તિ શરૂ કરે છે ત્યાં જન્મ થયો કહેવાય છે. ચિત્ત વિભુ હોવા છતાં તેની વૃત્તિ સર્વત્ર વિકસતી નથી કારણ કે તેના વિકાસમાં નિમિત્તકારણ ધર્માધર્માદિ છે. આથી ચિત્તવૃત્તિનો સર્વત્ર યા સર્વદા સંકોચવિકાસ થતો નથી પરંતુ જ્યારે ધર્માધર્માદિ ફળ દેવા ઉન્મુખ બને છે ત્યારે જ તેનો સંકોચવિકાસ થાય છે. આ મતને વિંધ્યવાસીના મત સાથે સરખાવવો રસ્પદ થશે. વિંધ્યવાસી ઇન્દ્રિયને વિભુ માની તેની વૃત્તિને સંકોચવિકાસશીલ માને છે. જ્યારે સ્વયંભૂ ચિત્તને વિભુ માની તેની વૃત્તિને સંકોચવિકાસશીલ માને છે. પરિણામે, બન્નેયને સૂક્ષ્મશરીર માનવું જરૂરી નથી લાગ્યું.
આ થયું લિંગસર્ગનું નિરૂપણ. ભાવસર્ગનું અર્થાત્ બુદ્ધિના ધર્મ વગેરે આઠ ભાવોનું નિરૂપણ આપણે કર્યું છે. ઈશ્વરકૃષ્ણ કહે છે કે લિંગસ અને ભાવસર્ગ પરસ્પર સંબદ્ધ છે. લિંગદેહ પુરુષને એક સ્કૂળદેહમાંથી બીજા સ્થૂળદેહમાં જવામાં અવલંબનરૂપ છે અને ધર્મ, અધર્મ વગેરે પુરુષના પરવર્તી દેહના સ્વરૂપના નિયામક છે. ધર્મ, અધર્મ વગેરેને પરિણામે ઊર્ધ્વગમન, અધોગમન, વગેરે થાય છે. ધર્મ, અધર્મ નિમિત્ત છે અને ઊર્ધ્વગમન, અધોગમન વગેરે નૈમિત્તિક છે અર્થાત્ તેમનાં ફળો છે. નિમિત્ત અને નૈમિત્તિકની સહાય લઈ સૂક્ષ્મદેહ અભિનેતાની જેમ નાનારૂપ ધરે છે. ભાવની સહાય વિના સૂક્ષ્મદેહ દેવયોનિ, મનુષ્યયોનિ કે તિર્યંગ્યોનિમાં જઈ શકતો નથી. બીજી બાજુ, ધર્મ વગેરે ભાવ લિંગદેહ વિના નિરાશ્રય રહી શકતા નથી, કારણ તે ભાવો કરણાશ્રયી છે૧૯ અર્થાત્ બુયાશ્રયી છે અને બુદ્ધિ તો સૂક્ષ્મદેહનું એક મહત્ત્વનું ઘટક છે. વળી, સૂક્ષ્મશરીર વિના એક સ્થૂળદેહમાંથી બીજા સ્થૂળદેહમાં જીવ જઈ શકતો નથી અને
સ્થૂળદેહ વિના જીવનો ભોગ સંભવતો નથી. આમ ભાવસર્ગ અને લિંગસર્ગ વચ્ચે અને લિંગસર્ગ અને ભૌતિકસર્ગ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે.
પાદટીપ
१ पञ्चाधिकरणस्य तावद् वैवर्त शरीरं मातापितृसंसर्गकाले करणाविष्टं
शुक्रशोणितमनुप्रविशति । तदनुप्रवेशाच्च कललादिभावेन विवर्धते । व्यूढावयवं तूपलब्धप्रत्ययं मातुरुदरान्निस्सृत्य यौ धर्माधर्मी षट्सिद्ध्युपभोगकाले कृतौ तद्वशादवतिष्ठते । यावत् तत्क्षयात् शरीरपातस्तावत् । यदि धर्मसंस्कृतं करणं ततो धुदेशं सूक्ष्मशरीरेण प्राप्यते, तद्विपर्ययात्तु यातनास्थानं तिर्यग्योनि वा, मिश्रीभावेन