________________
સાંખ્યદર્શન
૧૫૫ સ્થળશરીરને ગ્રહણ કરે છે. નાટકનો અભિનેતા જેમ કોઈ વાર પરશુરામનો વેશ લે છે, કોઈ વાર અજાતશત્રુનો વેશ લે છે, કોઈ વાર કૃષ્ણનો વેશ લે છે તેમ સૂક્ષ્મશરીર પણ કોઈ વાર દેવરૂપે, કોઈ વાર મનુષ્યરૂપે, કોઈ વાર પશુરૂપે, કોઈ વાર વનસ્પતિરૂપે સંસારરૂપી રંગમંચ ઉપર પ્રવેશ કરે છે. પુરુષ સિવાયની બધી જ વસ્તુઓનું ઉપાદાનકારણ પ્રકૃતિ હોઈને લિંગદેહ આવાં વિચિત્ર રૂપ ધારણ કરે છે, અર્થાત્ તેનો ચતુર્દશભૂતગ્રામ સાથે સંબંધ શક્ય બને છે. પુરુષના ભોગ અને અપવર્ગ સાધી આપવા એ જ ઉદેશ તેના વિવિધ યોનિનાં સ્થૂળ શરીરો ધારણ કરવા પાછળ રહેલો છે. આમાં તેને અદૃષ્ટ અને સ્થૂળદેહ મદદ કરે છે. તેથી સૂક્ષ્મદેહ અને સ્થૂળદેહ બન્નેય અનિવાર્ય છે.”
સાંગસૂત્રકારને મતે લિંગશરીર સત્તર ઘટકોનું બનેલું છે. તે એક છે." અર્થાત્ પ્રતિ જન્મ ભિન્ન નથી. તે પ્રતિ પુરુષ ભિન્ન છે. એ ભેદનું કારણ કર્મભેદ છે. કર્મનો આશ્રય સૂક્ષ્મ શરીર છે એટલે કર્મભેદે સૂક્ષ્મશરીરનો ભેદ સંભવે છે. કર્મના આશ્રયરૂપ સૂક્ષ્મશરીર માનવું જ જોઈએ કારણ કે જેમ ફલક વિના ચિત્ર નિરાધાર રહી શકતું નથી તેમ સૂક્ષ્મશરીરરૂપ આધાર વિના કર્મો પણ સ્વતંત્રપણે રહી શકતા નથી. તે સૂક્ષ્મશરીર અણુપરિમણ છે કારણ કે શ્રુતિઓ જણાવે છે કે તે ગતિ કરે છે અને તે અન્નમય છે.'' જેમ રસોયો સ્વામીનું ભોજન તૈયાર કરવા રસોઈઘરે જાય છે તેમ સૂક્ષ્મશરીર પુરુષના ભોગ અને અપવર્ગ સાધી આપવા સંસરણ કરે છે.''
વિજ્ઞાનભક્ષુ સ્થૂલદેહ અને સૂક્ષ્મદેહથી અતિરિક્ત અન્ય એક અધિષ્ઠાનદેહનું પણ અસ્તિત્ત્વ સ્વીકારે છેતે કહે છે કે જેમ છાયા કે ચિત્ર નિરાધાર રહી શકતા નથી તેમ અધિષ્ઠાનભૂત શરીર વિના સ્વતંત્ર રીતે લિંગદેહ રહી શકતો નથી. સ્થૂલદેહ છોડી જ્યારે લિંગદેહ ગમન કરે છે ત્યારે તેને આધારરૂપ અધિષ્ઠાનદેહની આવશ્યકતા ઊભી થાય છે. આ અધિષ્ઠાનદેહ તન્મા–કાર્ય છે, માતાપિતૃજશરીરની અપેક્ષાએ સૂક્ષ્મ છે, પાંચભૌતિક છે અને લિંગશરીર જ્યાં સુધી ટકે ત્યાં સુધી ટકનારો છે. વિજ્ઞાનભિક્ષુ પોતાના મતના સમર્થનમાં ૪૧મી સાંખ્યકારિકા ટાંકી તેનો પોતાને અનુકૂળ અર્થ કરે છે. વળી, તેમણે સૂત્રવ્યાખ્યા પણ પોતાના આ મતને અનુકૂળ જ કરી છે. ભિક્ષુના આ મતમાં કોઈ અનવસ્થાદોષ જુએ તો તે તદ્દન સ્વાભાવિક છે. આમ ભિક્ષને મતે શરીર ત્રણ પ્રકારનાં છે-સ્થૂલશરીર, સૂક્ષ્મશરીર અને અધિષ્ઠાનશરીર.
યોગભાષ્યમાં ચિત્તને કે ચિત્તની વૃત્તિને સંકોચવિકાસશીલ માની સંસરણ ઘટાવવાનો યોગદર્શનકારોનો મત જણાવ્યો છે અને આમ સૂક્ષ્મશરીરની નિરર્થકતા સૂચવી છે. પરંતુ આની ટીકા તત્ત્વવૈશારદીમાં વાચસ્પતિ નીચે પ્રમાણે લખે છે. ચિત્ત સંકોચવિકાસશીલ છે અર્થાત્ શરીરપરિમાણ છે. અહીં પ્રશ્ન ઊઠે કે આવું ચિત્ત બીજદેશે કેવી રીતે પહોંચે ? નિરાશ્રય એવું આ ચિત્ત મૃત દેહમાંથી નીકળી માતાપિતાના શુક્રશોણિતરૂપ બીજસ્થાને કેવી રીતે પહોંચી શકે? આના ઉત્તરમાં આ મતવાદીઓ જણાવે છે કે પૂર્વદેહત્યાગ અને ઉત્તરદેહગ્રહણની વચ્ચે ચિત્તનો સંયોગ આતિવાહિકશરીર સાથે હોય છે, તે નિરાશ્રય હોતું નથી. આ મતનો વિરોધ કરતાં આચાર્ય સ્વયંભૂ જણાવે છે કે જો અનાશ્રય ચિત્ત