________________
૧૪૨
પદર્શન અન્તઃકરણ જ્યારે તે વિષયને ગ્રહણ કરે ત્યારે જ્ઞાન થાય છે. આમ જ્ઞાનોત્પત્તિમાં અંતઃકરણનું પ્રાધાન્ય છે. અન્તઃકરણની મદદ વિના કર્મેન્દ્રિયની ચેષ્ટારૂપ ક્રિયા થતી નથી. ચેષ્ટાના અભાવમાં વિષયની સાથે કર્મેન્દ્રિયનો સંબંધ થતો નથી. ચેષ્ટાનું કારણ પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિનું કારણ ઇચ્છા છે. ઇચ્છા અન્તઃકરણનો ધર્મ છે. તેથી કર્મેન્દ્રિયની ક્રિયા પણ અન્તઃકરણને અધીન છે. એટલે જ અન્તઃકરણને પ્રધાન અને બાકીના દસ કરણને અપ્રધાન ગયાં છે.
બાહ્ય કરણો દ્વારા અન્તઃકરણો વિષયનો બોધ કરે છે અર્થાત્ બાહ્ય કરણો દ્વારસ્થાનીય છે. વિષય જ્ઞાનેન્દ્રિય દ્વારા બુદ્ધિમાં પ્રવેશે છે અને કર્મેન્દ્રિય દ્વારા બુદ્ધિની વૃત્તિ બહાર પ્રકાશ પામે છે. જ્ઞાનેન્દ્રિયો આલોચનરૂપ વૃત્તિ દ્વારા સંકલ્પ, અભિમાન અને અધ્યવસાયરૂપ વૃત્તિઓ ઉત્પન્ન કરી શકે છે. કર્મેન્દ્રિય પોતપોતાના વ્યાપાર દ્વારા સંકલ્પ, અભિમાન અને અધ્યવસાયરૂપ વૃત્તિને બહાર પ્રગટ કરે છે. બાહ્ય ઈન્દ્રિયો અતીત અને ભવિષ્ય વિષયો સાથે સંબંધ ધરાવતી નથી, કેવળ વર્તમાન વિષયો સાથે જ એ સંબંધમાં આવી શકે છે. વર્તમાનની અતિ નિકટ રહેલા અતીત અને ભવિષ્યનો પણ વર્તમાનમાં જ સમાવેશ સમજવો. એટલે વાગિન્દ્રિયના વ્યાપારથી ક્ષણવિલંબે શબ્દ ઉત્પન્ન થવા છતાં તે ઇન્દ્રિયગ્રાહ્ય છે. બીજી બાજુ, અન્તઃકરણોનો સંબંધ ત્રણેય કાળ સાથે હોય છે.'
આ તેર કરણો અચેતન હોવા છતાં કાર્યકાળ તેમની વૃત્તિઓમાં વિપર્યય યા અવ્યવસ્થા જણાતી નથી. સૈનિકો શત્રુને જીતવા જ્યારે રણમેદાનમાં ઉપસ્થિત થાય છે ત્યારે લડાઈ શરૂ કરવાનો સંકેત મળતાં દરેક પોતાનું જ શસ્ત્ર યા અસ્ત્ર ધારણ કરે છે, એકનું શસ્ત્ર કે અસ્ત્ર બીજો પ્રહણ કરતો નથી. એવી જ રીતે બધાં કરણા કાર્યોમુખ બનતાં પોતપોતાની વૃત્તિને જ ગ્રહણ કરે છે. બાધેન્દ્રિયો શબ્દાલોચન, રૂપાલોચન વગેરેને, મન સંકલ્પને, અહંકાર અભિમાનને અને બુદ્ધિ અવ્યવસાયને પ્રાપ્ત કરે છે; કદીય વૃત્તિવ્યતિક્રમ થતો નથી.૪૯ “કરણો અચેતન હોવા છતાં પ્રવૃત્ત થવા માટે પ્રવર્તકની અપેક્ષા કરતા નથી' – આવો અર્થ વાચસ્પતિ ન વનવિત તે મેં (સાં. કા. ૩૧)નો કરે છે પણ આની સાથે પૂર્વે કારિકાકારે કરેલ વિધાન પુરુષ (કરણોનો) અધિષ્ઠાતા છે'૫૦ એનો મેળ શી રીતે ખાશે? આનો ખુલાસો એમ થઈ શકે કે પુરુષ બળપૂર્વક તેમની પાસે કંઈ કરાવતો નથી પરંતુ તેના સાનિધ્ય માત્રનો જ પ્રભાવ એવો છે કે કરણો પુરુષનાં ઈષ્ટ પ્રયોજનો (ભોગ અને અપવર્ગ) સાધી આપવા આપમેળે જ પ્રવૃત્તિ કરવા મંડી જાય છે. સ્વામીની હાજરીથી જ પ્રેરાઈને ભક્તસેવક આપ મેળે જ સ્વામીને ગમતી વસ્તુઓ કરવામાં પ્રવૃત્ત નથી થતો શું? બીજું, આ પ્રસંગે યુક્તિદીપિકાકાર જણાવે છે કે કેટલાક મનને અન્ય કારણોના પ્રવર્તક તરીકે માનનારા છે; તેમના મતનો અહીં પ્રતિષેધ છે." ઉપરાંત, કરણોના પ્રવર્તક તરીકે પુરુષવિશેષ ઈશ્વરને માનનારાના મતનો નિષેધ કરવાનો આશય પણ કારિકાકારનો હોઈ શકે છે. અચેતન કરણો કઈ રીતે પુરુષાર્થ સાધી આપવાના ઉદ્દેશ્યથી પ્રવૃત્ત થઈ શકે ? – આવા પ્રશ્નનો