________________
પદર્શન
૧૩૬ હોય છે તેઓનું એક જ કાર્ય કરવામાં યુગપદ્ સામર્થ્ય હોતું નથી. જે સ્થળે પ્રદીપ દ્વારા વિષયનો પ્રકાશ થાય તે જ સ્થળે જો ઇન્દ્રિય પ્રદીપની જેમ તે વિષયનો પ્રકાશ કરે તો વિષયપ્રકાશરૂપ કાર્યમાં ઈન્દ્રિય અને પ્રદીપ બંને સમર્થ છે એવું અવશ્ય સ્વીકારી શકાય. તેમ થતાં ઇન્દ્રિય દ્વારા અથવા પ્રદીપ દ્વારા જ્યારે વિષયનો પ્રકાશ થાય ત્યારે ઇન્દ્રિય કે પ્રદીપ બેમાંથી એક અનાવશ્યક બની જાય. વસ્તુતઃ પ્રદીપપ્રકાશના સ્થળે ઇન્દ્રિય કરણાન્તરરૂપે ગૃહીત થાય છે; તે નિરર્થક નથી. એટલે પ્રદીપનો પ્રકાશ અને ઇન્દ્રિયનું પ્રહણ એકરૂપ હોઈ શકે નહિ. વળી, પ્રદીપની જેમ ઇન્દ્રિય દ્વારા પ્રકાશિત બાહ્યવિષયને અન્તકરણ સાક્ષાભાવે ગ્રહણ કરે છે એવું સ્વીકારતાં અંતઃકરણનું અન્તઃકરણત્વ જ નાશ પામે. તેથી અન્તઃકરણ વિષયને ગ્રહણ કરે છે એવું સ્વીકારી શકાય નહિ. જો પુરુષને વિષયના સાક્ષાત્ ગ્રાહકરૂપે સ્વીકારીએ તો ચક્ષુ વગેરે ઇન્દ્રિયોની કરણત્વકલ્પના વ્યર્થ બની જાય. તેથી જ્ઞાનેન્દ્રિય વિષયની ધારક છે, તે વિષયની પ્રકાશક નથી.”
જો ઇન્દ્રિયવૃત્તિરૂપ ગ્રહણને પ્રત્યય કે પ્રકાશરૂપ નથી ગમ્યું તો ગ્રહણ, પ્રત્યય અને પ્રકાશનો તફાવત અવશ્ય જણાવવો જોઈએ. વસ્તુતઃ એ ત્રણ વચ્ચે ભેદ છે જ. જ્ઞાનેન્દ્રિયો વિષયના સંપર્કમાં આવીને વિષયનો આકાર ધારણ કરે છે. ઇન્દ્રિયનું વિષયાકારધારણ “પ્રહણ' નામે પ્રસિદ્ધ છે. ઇન્દ્રિયવૃત્તિ પછી એ વૃત્તિને અનુરૂપ “આ ઘટ”, “આ પટ' વગેરે આકારનો બુદ્ધિમાં જે નિશ્ચય જન્મે છે તેને પ્રત્યય યા અધ્યવસાય કહેવામાં આવે છે. ગ્રહણ વર્તમાનકાલવિષયક જ હોય છે; એટલે વિષયનો સંપર્ક છૂટતાં ઇન્દ્રિયની વિષયાકાપ્રાપ્તિ પણ દૂર થાય છે. બીજી બાજુ, પ્રત્યય ત્રિકાલવિષયક હોય. છે. અનુભવ જેને વિષય કરે છે તેને જ અનુભવજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મૃતિ વિષય કરે છે. એટલે, પ્રત્યય ત્રિકાલવિષયક છે. આ રીતે ગ્રહણ અને પ્રત્યયનો ભેદ સમજી શકાય. પ્રકાશ બે પ્રકારનો છે – બાહ્ય પ્રકાશ અને આન્તર પ્રકાશ. પ્રદીપ વગેરેનો પ્રકાશ બાહ્ય પ્રકાશ છે. અન્તઃકરણજન્ય જે વિષયનો પ્રકાશ થાય છે તે આન્તર પ્રકાશ છે. બાહ્ય પ્રકાશ વિષયના સારૂપ્યને પ્રાપ્ત કરતો નથી, પરંતુ તે પ્રકાશ ઘટ, પટ વગેરે વિષયના આચ્છાદક અંધકારરૂપ ધર્મને દૂર કરી ચક્ષુને મદદરૂપ થાય છે. કેટલાકને મતે આ બાહ્ય પ્રકાશ ચહ્યું અને વિષય બંનેનો અનુગ્રાહક છે. આંતર પ્રકાશ બાહ્ય પ્રકાશથી સાવ ઊલટો છે. આંતર પ્રકાશ વિષયસારૂપ્ય ધારણ કરે છે. સાંખ્ય મતે આંતપ્રકાશ કોઈ વ્યવધાયકને દૂર કરતો નથી; તે તો કેવળ વિષયગત તમોગુણનો અભિભાવક છે. એટલે પ્રદીપ વગેરે પ્રકાશક છે, શ્રોત્ર વગેરે ઇન્દ્રિય ગ્રાહક છે અને અન્તઃકરણ વ્યવસાયક યા નિશ્ચાયક છે એવો સાંખ્ય સિદ્ધાંત છે."
પ્રત્યેક કર્મેન્દ્રિયને પોતાનું નિયત કાર્ય છે. એકનું કાર્ય બીજી કરતી નથી. એટલે સાંખ્યદર્શનમાં વાફ, પાણિ, પાદ, વાયુ અને ઉપસ્થને સ્વતંત્ર ઇન્દ્રિયો તરીકે સ્વીકાર્યા છે. વચન, ગ્રહણ, ગમન, ઉત્સર્ગ અને આનંદ યથાક્રમે ઉક્ત પાંચ ઇન્દ્રિયોની વૃત્તિ છે. આ ઇન્દ્રિયો વિના ભ્રમણ, ગમન વગેરે કાર્ય થતાં નથી એટલે એમને સ્વતંત્ર ઇન્દ્રિયો તરીકે સ્વીકારવાં પડ્યાં છે. ,