________________
૧૧૪
પદર્શન બીજું નામ છે “સદામુદિત. પતંજલિએ પણ કહ્યું છે કે વિવેકખ્યાતિ દુઃખત્રયનો નાશ કરવાનો ઉપાય છે. આ પાંચ સિદ્ધિ તેમ જ દુઃખત્રયના નાશરૂપ મુખ્ય ત્રણ સિદ્ધિ મળી કુલ આઠ સિદ્ધિઓ બને છે."
વિપર્યય, અશક્તિ, તુષ્ટિ અને સિદ્ધિરૂપ ચાર પ્રકારના પ્રત્યયસર્ગમાંથી સિદ્ધિ ઉપાદેય છે. સિદ્ધિના વિરોધી હોવાથી વિપર્યય, અશક્તિ અને તુષ્ટિ હેય છે.
સિદ્ધિનું ઉપર આપેલું વર્ણન વાચસ્પતિ અનુસાર છે. યુક્તિદીપિકાગત વર્ણનમાં કંઈક વિશેષતા છે. યુક્તિદીપિકાકાર કહે છે કે અભિપ્રેત વિષયને પ્રત્યક્ષ, અનુમાન કે આગમની સહાય વિના માત્ર પોતાની વિચારણાને બળે જ જાણવો તે ઊહરૂપ પ્રથમ સિદ્ધિ છે. તે ‘તારક' નામે પણ પ્રસિદ્ધ છે કારણ કે તે જીવને સંસારસાગરમાંથી તારે છે. અભિપ્રેત વિષયને સ્વયં જાણવાનું સામર્થ્ય ન હોતાં ગુરુના ઉપદેશ દ્વારા તેને જાણવો તે દ્વિતીય સિદ્ધિ “શબ્દ' છે. તેને “સુતાર' નામે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેના દ્વારા જીવ સહેલાઈથી ભવસાગર તરી જાય છે. અભિપ્રેત વિષય અન્યના ઉપદેશથી બોધગમ્ય ન થતાં અધ્યયન દ્વારા તેને બોધગમ્ય કરવો તે ‘તારયત” સિદ્ધિ છે. તે તે ઉપાયો દ્વારા આ ત્રણ સિદ્ધિઓને પામવાના માર્ગમાં અવરોધરૂપ છે દુઃખત્રય. તેથી દુઃખત્રયના વિનાશને પણ ત્રણ સિદ્ધિઓ માનવામાં આવી છે. ઊહ વગેરે ત્રણ સિદ્ધિઓની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ આધ્યાત્મિક વાત, પિત્ત, કફ વગેરેનો આયુર્વેદોક્તપ્રક્રિયા દ્વારા નાશ કરી ઊહ વગેરે ત્રણમાંથી કોઈ એકના દ્વારા જ્યારે સાધ્ય વિષયની સિદ્ધિ કરવામાં આવે છે ત્યારે ચોથી સિદ્ધિ પ્રમોદ'નો ઉદય થયો કહેવાય છે. આ સિદ્ધિનું નામ ‘પ્રમોદ' રાખ્યું છે કારણ કે નીરોગી અવસ્થામાં જ જીવ સુખ અનુભવે છે. ઊહ વગેરે ત્રણ સિદ્ધિઓના માર્ગમાં વિઘ્નરૂપ મનુષ્ય વગેરેથી ઉત્પન્ન આધિભૌતિક દુઃખોને સામ, દાન વગેરે દ્વારા કે યતિધર્મ દ્વારા દૂર કરી ઊહ વગેરે ત્રણમાંથી કોઈ એકના દ્વારા અભિપ્રેત વિષયને ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારે પાંચમી સિદ્ધિ “સમુદિત” ઉત્પન્ન થઈ કહેવાય છે. તેને “સમુદિત' નામ આપ્યું છે કારણ કે જીવ અનુદ્વિગ્ન અવસ્થામાં જ હૃષ્ટ થાય છે. વળી આધિદૈવિક ટાઢ-તાપ વગેરે દ્વન્દ્રોને પોતાની શક્તિથી દૂર કરી ઊહ વગેરે ત્રણ સિદ્ધિઓમાંથી એક દ્વારા જ્યારે શેયવિષયની ઉપલબ્ધિ કરવામાં આવે ત્યારે
મોદમાન' સિદ્ધિનો ઉદય થયો કહેવાય. આનું નામ “મોદમાન' સાર્થક છે કારણ કે ટાઢ-તાપ વગેરે દ્વન્દ્રો દ્વારા અનુદ્વિગ્ન જીવ તૃપ્તિ પામે છે. આ છે છઠ્ઠી સિદ્ધિ. સુયોગ્ય સન્મિત્રને પૂછી સંદેહની નિવૃત્તિ કરવી તે છે સાતમી સિદ્ધિ. તેનું નામ “રમ્યક છે કારણ કે સન્મિત્રલાભ જગતમાં રમણીય છે. દાન દ્વારા દુર્ભાગ્યનો નાશ કરી ઊહ વગેરે ત્રણ સિદ્ધિઓમાંથી કોઈ એક દ્વારા જ્યારે શેયવિષયની ઉપલબ્ધિ કરવામાં આવે છે ત્યારે
સદાપ્રમુદિત' નામની સિદ્ધિ થઈ ગણાય છે. તેનું નામ “સદાપ્રમુદિત” છે કારણ કે સૌભાગ્યયુક્ત જીવ સદા પ્રમુદિત હોય છે. આ છે આઠમી સિદ્ધિ....
સિદ્ધિઓનું સ્વરૂપ માઠર બીજી રીતે વર્ણવે છે. સુખ શું છે, આત્માનું સ્વરૂપ શું છે, સુખપ્રાપ્તિના ઉપાયો શા છે, વગેરે પ્રશ્નો વિશે મનુષ્યના ચિત્તમાં ચિંતન જાગે છે. આવું