________________
સાંખ્યદર્શન
૧૧૩ ધનને રાજા હરી લે છે, ચોર લૂંટી જાય છે, અગ્નિ બાળી નાખે છે; એટલે એનું રક્ષણ કરવા જીવને ઘણાં કષ્ટો વેઠવો પડે છે આવી પ્રતીતિમાંથી વિષયવૈરાગ્ય જાગે છે. આ વિષયવૈરાગ્યજન્ય સંતોષને ‘સુપાર' નામની વૃષ્ટિ કહેવામાં આવે છે. “ઘણી જ મહેનતથી ઉપાર્જિત કરેલા ધનનો ભોગ કરવાથી તેનો ક્ષય થાય છે અને પરિણામે દુઃખો ઉદ્દભવે છે. આવી પ્રતીતિમાંથી વિષયવૈરાગ્ય જાગે છે. આ વિષયવૈરાગ્યને પરિણામે જન્મતી તુષ્ટિ “પારાપાર” નામે પ્રસિદ્ધ છે. “અગ્નિમાં ઘી નાખતાં અગ્નિ ક્રમે અધિક પ્રજ્વલિત થાય છે; એ રીતે જ વિષયોપભોગને પરિણામે ભોગી વ્યક્તિના ચિત્તમાં વિષયવાસના વધે છે; પરંતુ કામનાને અનુરૂપ ભોગ્ય વસ્તુઓ જ્યારે પ્રાપ્ત થતી નથી તેમ જ ભોગની કામના પ્રબળ હોવા છતાં ભોગ ભોગવવાની શારીરિક શક્તિ જ્યારે ભોગીમાં હોતી નથી ત્યારે તેને પરિણામે અપાર દુઃખો જન્મે છે. આવી પ્રતીતિમાંથી વિષયવૈરાગ્ય જાગે છે. આ વિષયવૈરાગ્યજન્ય તુષ્ટિનું નામ છે “અનુત્તમાંભ”. વળી, ‘હિંસા વિના ભોગ સંભવતો જ નથી અને હિંસા તો અધર્મ અને દુઃખમાં જ પરિણમે છે” એવી દૃઢ પ્રતીતિમાંથી વિષયવૈરાગ્ય જન્મતાં ચિત્તમાં એક પ્રકારનો સંતોષ જન્મે છે. તેનું નામ છે “ઉત્તમભ” તુષ્ટિ. આધ્યાત્મિક સુષ્ટિના ચાર અને બાહ્ય તુષ્ટિના પાંચ એમ બધા મળી તુષ્ટિના કુલ નવ પ્રકાર થાય. માઠર પ્રમાણે આ નવ તુષ્ટિઓનાં નામ છેઅંભ, સલિલ, ઓઘ, વૃષ્ટિ, તાર, સુતાર, સુનેત્ર, સુમરીચ અને ઉત્તમાંભસિક. આમાંનાં કેટલાંક નામો વાચસ્પતિએ આપેલ નામોથી ભિન્ન છે."
હવે સિદ્ધિનું નિરૂપણ કરીએ. પ્રકૃતિ-પુરુષ વિશે શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવાને પરિણામે પ્રકૃતિ-પુરુષનો વિવેકસાક્ષાત્કાર થાય છે. વિવેકખ્યાતિ ઉત્પન્ન થતાં આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક દુઃખત્રયનો આત્મત્તિક અને એકાન્તિક નાશ થાય છે. હેય દુઃખત્રયનો વિનાશ સિદ્ધ થતાં મુખ્ય ત્રણ સિદ્ધિઓ ઉદભવે છે. બાકીની પાંચ સિદ્ધિઓ મુખ્ય ત્રણ સિદ્ધિઓના ઉપાયરૂપ હોવાથી તેમને પણ સિદ્ધિઓ ગણવામાં આવી છે. આમ કુલ આઠ સિદ્ધિઓ થાય છે. મુખ્ય ત્રણ સિદ્ધિઓનાં નામ છે–પ્રમોદ, મુદિત અને મોદમાન. બાકીની પાંચ સિદ્ધિઓ છે-અધ્યયન, શબ્દ, ઊહ, સુહસ્ત્રાપ્તિ, દાન (શુદ્ધ વિવેકજ્ઞાન). અધ્યયન એટલે ગુરુમુખે અધ્યાત્મવિદ્યાનું વિધિવત્ અક્ષરગ્રહણ. આ સિદ્ધિનું બીજું નામ છે “તાર'. શબ્દ એટલે ગુરુમુખથી સાંભળેલા અધ્યાત્મવિદ્યાવિષયક શબ્દોનું અર્થજ્ઞાન. તે “સુતાર” નામે પણ પ્રસિદ્ધ છે. ઊહ એટલે શાસ્ત્રકથિત પરંતુ પ્રતિકૂળ દલીલોથી ગ્રસ્ત વસ્તુનો સબળ તર્કથી બચાવ. આને મનન પણ કહેવાય. એનું બીજું નામ છે “તારતાર. સુત્રાપ્તિ એટલે પોતાની શાસ્ત્રસમજણમાં કંઈ દોષ તો નથી ને તે શોધવા પોતાના ગુરુ, શિષ્ય કે સમાનશીલ વ્યક્તિ સાથે ચર્ચાવિચારણા. આ છે દ્વિતીય મનન. તેને “રખ્યક નામે પણ ઓળખવામાં આવે છે. દાન એટલે વિવેકજ્ઞાન. વિવેકજ્ઞાન એટલે ગુરુવાક્યમાં આસ્થા રાખી દીર્ઘકાળ સુધી સતત પ્રકૃતિ-પુરુષના ભેદનું ચિંતન પુનઃ પુનઃ કરવાને પરિણામે ઉદ્ભવતો પ્રકૃતિપુરુષના ભેદનો સાક્ષાત્કાર. તે વખતે બધા સંસ્કાર, સંશય અને મિથ્યાજ્ઞાનનો નાશ થઈ જાય છે અને વિવેકઞાતિનો સ્વચ્છ પ્રવાહ રહે છે. આ સિદ્ધિનું