________________
* ૐ અર્હમ્ નમઃ |
ક પ્રસ્તાવના
જેઓશ્રી કલિકાલ સર્વજ્ઞ’ની અનુપમ ઉપમા દ્વારા કલિયુગમાં પ્રસિદ્ધિને પામેલા છે એવા પ.પૂ. હેમચન્દ્રાચાર્ય મહારાજની આ એક અનુપમ કૃતિ જૈન-જૈનેતરોમાં આજે પણ વિખ્યાતિ પામેલી છે.
જૈનશાસનને શ્રી હેમચન્દ્રાચાર્યજીએ અનેક ગ્રન્થોની ભેટ અર્પ છે તેમાં “સિદ્ધહેમશબ્દાનુશાસન” પણ ચમત્કારિક અગ્રગણ્ય ગ્રન્થ છે. એને તો જે ભણે-ગણે તેજ માણી શકે. કહેવાય છે ને !!! કે જેમ ખાખરાની ખીસકોલી પડુસ ભોજનનાં સ્વાદને શું જાણે ? તેમ આ અદ્વિતીય ગ્રન્થને ફક્ત શબ્દોથી નહીં પણ ભણીને-અનુભવથી માણી શકાય છે.
આ ગ્રન્થની રચના, તેનું એક એક સૂત્ર અને ટીકાઓ વાંચતા ખરેખર આચાર્ય ભગવંતની કૃતિ ઉપર મન ઓવારી જાય છે.
આ ગ્રન્થનો અભ્યાસ વર્તમાનકાળમાં ઘણાં સાધુ-સાધ્વી ભગવંતો તેમજ ગૃહસ્થો કરી રહ્યા છે..
જૈન શાસનનાં પંડિતોમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતાં પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ આ સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણની માસ્ટરી ધરાવતા હતા. તેઓશ્રીની પાસે સુરતમાં પ.પૂ. લાવણ્યશ્રી મ.સા. ના ચાર શિષ્યા-પ્રશિષ્યાઓએ વ્યાકરણનો ખંતપૂર્વક અભ્યાસ કર્યો. અભ્યાસકાળ દરમ્યાન પંડિતજી આ ગ્રન્થનું કોઈ સરળ વિવેચન બહાર પડે તેવી ઈચ્છા ધરાવતાં અને વારંવાર તેની પ્રેરણા કરતાં હતાં. તે વાત સાધ્વીજી ભગવંતે ઝીલી લીધી.
અત્યંત સરળતાથી બોધ થાય તેવી રીતે ભાગ-૧, ૨, ૩, અને