________________
ભાગ - ૪ બહાર પડ્યાં, જે ભણવામાં ઘણાં ઉપયોગી થઈ પડ્યાં છે. અભ્યાસુવર્ગ તરફથી આગળનાં ભાગો બહાર પાડવા માટે વારંવાર માંગણી આવવા લાગી.
સંજ્ઞા પ્રકરણ, સંધિ પ્રકરણ, શબ્દના રૂપો, કારક પ્રકરણ, નર્વ-પત્ત પ્રકરણ, તથા સ્ત્રીલિંગ પ્રકરણનું લખાણ તથા સમાસનું લખાણ અભ્યાસુઓને ખૂબ ઉપયોગી બન્યું.
વાત્સલ્યહૃદયા પ.પૂ. લાવણ્યશ્રીજી મ.સા.ની કૃપાદૃષ્ટિથી અનેક કામમાં વ્યસ્ત હોવા છતાં તેમના શિષ્યા પ.પૂ. મયૂરકળાશ્રીજી મહારાજની પૂર્ણ દેખરેખ અને ઝીણવટભરી દષ્ટિથી તેમના શિષ્યા પ.પૂ. પ્રશાંતયશાશ્રીજી મ.સા. (મારા બેન મ.સા.) સતત પરિશ્રમ લઈને પોતાના સંયમ જીવનની આરાધના કર્યા બાદ બચતો ઘણો ખરો સમય વ્યાકરણના લખાણ માટે ફાળવી શીધ્રાતિશીધ્ર લખાણ પૂર્ણ કર્યું છે. ' આ પાંચમાં ભાગનું કામ શરૂ થયું. તે સમય દરમ્યાન સાધ્વીશ્રી લાવણ્યશ્રીજી મ.સા.ની નાદુરસ્ત તબિયત.. પંડિત છબિલદાસભાઈની ગેરહાજરી... તથા સાધ્વીજી મ.સા.નું ચાતુર્માસ સુરત નક્કી થયું... પૂર્ણ આખ્યાત પ્રકરણના ૬૫૦ પેજ.. અને પ્રેસનું કામકાજ અમદાવાદમાં...
આ બધા વિકટ પ્રશ્નો વચ્ચે પણ સાધ્વીજી મયૂરકળાશ્રીજી મ.સા. તથા 'સાધ્વીજી પ્રશાંતયશાશ્રીજી મ.સા.ની અથાગ મહેનત અને લાગણીથી આ કાર્ય થોડા વિલંબથી પણ ઝીણવટથી તૈયાર થયેલ છે. - આ ચાર ભાગ પૂર્ણ થયા પછી પાંચમો ભાગ ક્યારે છપાશે... કેટલા છપાયા... ક્યારે સંપૂર્ણ લખાણ પૂર્ણ કરો છો... આવા અવારનવાર સમાચારો, ફોનો, ટપાલો આવવા લાગ્યા. ઘણા પૂજયોના આ ' વિષયમાં અભિપ્રાયો પણ આવેલ છે. તે આ વખતે આ પુસ્તકમાં છાપેલ