________________
થાય તે રીતના સિદ્ધહેમ પરના વિવરણની આવશ્યકતા ઘણા વખતથી હતી; તે તમારા વિવરણ દ્વારા મહદ્અંશે પૂર્ણ થઈ છે. પંડિતના અભાવમાં -શિક્ષકની ગરજ સારે એવું આ વિવરણ પ્રાથમિક અભ્યાસુઓને પણ સહાયક છે અને ઊંડા અભ્યાસીઓને પણ તેમાંથી સમાધાન મળી રહે છે. સમાસ અને રૂપોનાં કોઠાઓ તેની ઉપયોગિતા ઘણી વધારી દે છે... ' શબ્દાનુશાસનના હાર્દ સમા આખ્યાત પ્રકરણ પરનું વિવરણ પણ બહાર પડી રહ્યું છે, તે જાણીને ખૂબ આનંદ થયો... અભ્યાસુઓની અપેક્ષાઓ તેમાં પણ સંતોષાશે એવી શ્રદ્ધા છે. તમારી આ જ્ઞાનસાધના અવિરત ધપાવતા રહો અને સ્વ-પર ઉપકાર દ્વારા શ્રી જિનશાસનની જ્યોતિ ઝળહળતી રાખો એવી શુભાભિલાષા...
છે. ૨બી .
(૯) પં. શ્રી વજસેનવિજયજી મ. સા.
કારતક વદ-૧, જામનગર. - સાધ્વીશ્રી મયૂરકળાશ્રીજી તથા સાધ્વી શ્રી પ્રશાંતયશાશ્રીજી આદિએ જે સિદ્ધહેમશબ્દાનુશાસન ઉપર ગુજરાતી વિવરણ તથા સાધનિકા આદિ તૈયાર કરી છે તે વ્યાકરણના અભ્યાસીઓને ખૂબ ઉપયોગી થશે... - આવા જ્ઞાન વિકાસના કાર્યો તેઓ કરતા રહે તેજ દેવ-ગુરુ પ્રત્યે પ્રાર્થના...
દ)
-
વ74