________________
(૧૦)
ગ. શ્રી નયચંદ્રસાગરજી મ. સા. પૂ. શ્રમણીવર્યાશ્રી !!! અનુવંદના. સુખશાતા.
આપના તરફથી પ્રકાશિત પુસ્તક આધુનિકકાળની જિનશાસનને ભેટ છે. પુસ્તકના ઢગલા વચ્ચે બેસીને તલસ્પર્શી વ્યાકરણ જેવા વિષયમાં જ્ઞાન મેળવવાના કંટાળાજનક કાળમાં અભ્યાસુ માટે માત્ર એક પુસ્તકમાંથી બધી જ વિગતો આપનાર સંસ્કૃત વ્યાકરણનું એ આદર્શ પુસ્તક બની રહેશે.
અવિરત પ્રયત્ન ચાલુ રાખી સંપૂર્ણ વ્યાકરણનું ગુજરાતી વિવેચન શ્રીસંઘના ચરણે સમર્પણ કરો તેવી મનોકામના !!!.
(૧૧) . પૂ. શ્રી અભયશેખરવિજયજી મ. સા.
શ્રાવણ વદ-૧, કાંદીવલી, મુંબઈ. " સતવિંશતિ ગુણાલંકૃતા સાધ્વીશ્રી મયૂરકળાશ્રીજી, સાધ્વીશ્રી પ્રશાંતયશાશ્રીજી આદિ. સાદર અનુવંદના.
તમે મોકલેલા ત્રણ પુસ્તકો મળ્યા છે. આનંદ થયો. તમે ખૂબ પરિશ્રમ ઊઠાવ્યો છે તે વિષયને ઘણો સરળ અને સુગમ બનાવ્યો છે એ પુસ્તકો જોતાંજ જણાઈ આવે છે. તમારી શ્રુતભક્તિની ખૂબ ખૂબ અનુમોદના. નવા વિદ્યાર્થીઓને સુગમતા થશે એટલે અનાયાસે બધાની શુભેચ્છાઓ તમને સાંપડશે. આરાધનામાં યાદ કરશો. ,
(૧૨) પૂ. શ્રી અજીતશેખરવિજયજી મ. સા.
શ્રાવણ વદ-૪, દાદર, મુંબઈ. શમદમાદિગુણયુતા સાધ્વીશ્રી લાવણ્યશ્રીજી મ. તથા સાધ્વીશ્રી