________________
મળ્યોં છે તે વિશેષ આનંદની બાબત છે. આ કાર્ય અનેકને ઉપકારક પણ બનશે. સિદ્ધહેમવ્યાકરણ વિવેચનમાળાનાં આગળનાં મણકા પણ અનુક્રમે પ્રગટ થતાં રહે એ આશા અભિલાષા...
(૫)
समुनियन्छ ঋ
આ. શ્રી વિજય યશોદેવસૂરિ તથા મુનિ જયભદ્રવિજયજી મ. સા. આસો સુદ-૫, ભાયખલા, મુંબઈ.
વિનયાદિ, જ્ઞાનાદિ ગુણાલંકૃત સાધ્વીશ્રી મયૂરકળાશ્રીજી યોગ્ય. તમોએ મોકલેલ, ‘શ્રી સિદ્ધ-હેમ-શબ્દાનુશાસન લઘુવૃત્તિ વિવરણ’ ભાગ ૧૨-૩-૪ મળી ગયેલ છે. ખૂબ સુંદર પ્રકાશન થયેલ છે. હાલનાં સમયમાં અભ્યાસ કરનારાઓ માટે ઘણું સુગમ થઈ જશે. પ્રેરકશ્રીની પ્રેરણાને ઝીલીને તમોએ જે કાર્ય કર્યું છે તે બદલ તમોને ખૂબ ખૂબ ધન્યવાદ. ભાગ-૩ મોકલી આપજો: ખૂબ મહેનત લીધી છે. આગળનું કાર્ય બાકી હોય તો જલ્દી કરજો. ત્રણેય પુસ્તકો સાદ્યન્ત જોઈ ગયો છું. વિવરણ ઘણું સારૂં છે. રૂપાવલી અને સમાસો સુંદર આપેલ છે.
આ. શ્રી વિજય યશોદેવસૂરિ તથા मुनिभ्यलछ
આ. શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરિ મ. સા. આસો વદ-૪, ભાભર
વિનયાદિ ગુણગણયુતા સાધ્વીશ્રી મયૂરકળાશ્રીજી, સા. પ્રશાંતયશાશ્રીજી. જોગ અનુવંદના, સુખશાતા.
સોબત જોગ મોકલેલ ‘સિદ્ધ-હેમ-શબ્દાનુશાસન લઘુવૃત્તિ વિવરણ” ભાગ ૧-૨-૪ મળી ગયેલ છે. ત્રીજો ભાગ પ્રગટ થયે જરૂરથી