________________
આ. શ્રી વિજય પ્રદ્યુમ્નસૂરિ મ. સા.
કૃષ્ણાચતુર્દશી દેવકીનંદન સોસા, અમદાવાદ અર્હત્ શાસનમાં જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જ્ઞાન એટલે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાનમાં આગમ ગ્રન્યો અને આગમોપજીવી ગ્રન્થોના હાર્દને પામવા માટે તેની ભાષાનું સમ્યજ્ઞાન અનિવાર્ય છે.
એ દિશામાં તમોએ પ્રયત્ન કર્યો છે તે સમગ્ર સાધ્વી સમુદાયને દિશા ચિંધનારો બની રહેશે. આનાથી જ્ઞાનનો વિસ્તાર થશે.
આ દિશામાં આપનું પગરણ યોગ્ય છે તે જોઈને હું ખૂબ ખૂબ આનંદ અનુભવું છું.
કે
હું
આ. શ્રી વિજય મુનિચન્દ્રસૂરિ મ. સા.
, પાવાપુરી તીર્થધામ વિદુષી સાધ્વીશ્રી લાવણ્યશ્રીજી પરિવાર, સાધ્વીશ્રી મયૂરકળાશ્રીજી આદિ, અનુવંદના, સુખશાતા.
“શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનનાં ગૂઢ રહસ્યોને ગૂર્જરગિરામાં સરળભાષામાં અવતરણ કરવાનું અતિસુંદર કાર્ય આગળ ચાલી રહ્યું છે તે જાણી અતિ આનંદ.
આ ગ્રન્થ પ્રગટ થવાથી સિદ્ધહેમવ્યાકરણના રહસ્યો સમજવામાં અભ્યાસીઓને ઘણી સુગમતા થશે. ૫. છબીલદાસભાઈ આજે નથી. ત્યારે એમના જ્ઞાન ખજાનાને શબ્દસ્થ કરીને પંડિતજીને મોટી શ્રદ્ધાંજલી પણ રહેશે. ૫. શ્રી માણેકલાલભાઈ સોનેથા જેવા અનુભવી વિદ્વાન પંડિત દ્વારા પરિમાર્જિત થઈ રહ્યું છે. પંડિતજીના બહુમૂલ્ય અનુભવનો પણ આમાં લાભ