________________
પૂજ્યશ્રીનાં આશીર્વચનો
(૧)
આ. શ્રી વિજય રામસૂરિ મ.સા. તથા આ. શ્રી જગચ્ચન્દ્રસૂરિ મ.સા. આસો સુદ-૧૫, કૈલાસનગર.
શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન (લઘુવૃત્તિ)ના ૧ થી ૪ ભાગના વિવરણો જોયા. વિવરણને કરવાવાળા સાધ્વીજી મ.સા. ખૂબ સુંદર નિપૂણતાને ધારણ કરનારા છે. ખરેખર આનંદનો વિષય છે. વિવરણ સુંદર છે. સારું ઉપયોગી નીવડે તેમ છે. આ રીતે અમારા સાધ્વીજી મ.સા. પ્રયત્નશીલ બની જ્ઞાનની સેવા કરનારા બને.
ગચ્છાધિપતિ આ. રામસૂરિ મ.સા. તથા
Q
~
(૨)
આ. શ્રી વિજય હેમપ્રભસૂરિ મ. સા. આસો સુદ-૫, ભાયખલા, મુંબઈ.
વિનયાદિગુણોપેતા સાધ્વીશ્રી મયૂરકળાશ્રીજી આદિ પરિવાર યોગ્ય અનુવંદના સુખશાતા.
“શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન” વ્યાકરણનું વિવરણ કાર્ય વર્ષોથી તમારા દ્વારા થઈ રહ્યું છે. તમારો પ્રયત્ન ખૂબ જ સફળતાને પામેલ છે. વ્યાકરણનું વિવરણ અભ્યાસકો માટે તેમજ પ્રાથમિક અધ્યાપકો માટે પણ ખૂબ જ ઉપયોગી બની રહેશે. તમારા આ ભગીરથ પુરૂષાર્થની ખૂબ જ અનુમોદના કરીએ છીએ. તમે ખૂબ જ ધન્યવાદને પાત્ર છો.
દ. હમ રિા અનુબં [જા - Åખ ૧૩