________________
૧૩૨
છે. અહીં આ ત્રણે શબ્દનો નપુંસકલિંગમાં પ્રયોગ કરાએલો છે તેથી આ સૂત્રથી સ્યાદિ વિભક્તિના દ્ય પ્રત્યયના સ્થાને વિકલ્પે આપ્ થયો છે.
આ સૂત્રના ત્રણ પ્રકારે અર્થ થઈ શકે છે. એક પ્રકારે તો આપણે ઉપર સૂત્રનો મુખ્ય અર્થ કર્યો તે રીતે થાય.
બીજા પ્રકારે આ પ્રમાણે અર્થ થશે.
परस्परान्योन्येतरेतरस्याम् स्यादेर्वाऽपुंसि । परस्पर, अन्योन्य, इतरेतर શબ્દોનો પુંલિંગ સિવાયના લિંગમાં પ્રયોગ કરાયો હોય તો સ્વાદિ વિભક્તિનો અમ્ વિકલ્પે થાય છે.
આ બે સખીઓ પરસ્પર
દા.ત. રૂમે સહ્યૌ પરસ્પરનું પરસ્પરમ્ય વાં સ્મરતઃ સ્મરણ કરે છે. અહીં સ્ત્રીલિંગમાં પ્રયોગ કરાએલો છે તેથી સૂત્રના આ અર્થ પ્રમાણે સ્યાદિ વિભક્તિના સ્થાને અમ્ વિકલ્પે થયો છે.
इमे कुले परस्परम्, परस्परस्य वा स्मरतः આ બે કુલો પરસ્પર (એક બીજાનું) સ્મરણ કરે છે. અહીં નપુંસકલિંગમાં પ્રયોગ કરાએલો છે તેથી સૂત્રના આ અર્થ પ્રમાણે સ્યાદિ વિભક્તિનાં સ્થાને અમ્ વિકલ્પે થયો છે.
ત્રીજા પ્રકારે આ પ્રમાણે અર્થ થશે.
=
परस्परान्योन्येतरेतरस्याम् स्यादेर्वा पुंसि । परस्पर, अन्योन्य अने इतरेतर શબ્દોનો પુંલિંગમાં પ્રયોગ કરાયો હોય તો સ્યાદિ વિભક્તિનો અર્ વિકલ્પે થાય છે.
દા.ત. રૂમૌ ની પરસ્પરમ્ પરસ્પરસ્ય વા 'સ્મરતઃ
આ બે માણસો પરસ્પર
સ્મરણ કરે છે. અહીં પુંલિંગમાં પ્રયોગ કરાયો છે. તેથી સૂત્રના આ અર્થ પ્રમાણે સ્યાદિ વિભક્તિનો અમ્ વિકલ્પે થયો છે.
अमव्ययीभावस्याऽतोऽपञ्चम्याः । ३-२-२.
અર્થ:- અકારાન્ત અવ્યયીભાવ સમાસ સંબંધી સ્યાદિ વિભક્તિનાં સ્થાને ગમ્ થાય છે. પરંતુ પંચમી વિભક્તિનાં સ્થાને અસ્ થતો નથી. .
-