________________
સ્વાધ્યાય એ ક્રોધરૂપી ઝેરને માટે નાગદમની છે. [ ૫૩
જગત્ કોધની આગમાં ભડકે બળી રહ્યું છે. કારણ, તેમની પાસે જ્ઞાનનું જળ નથી. અજ્ઞાનને લાવારસ જ કોઇને જવાળામુખી જગાવે છે.
જ “જ્ઞાની તે વડીલ, અજ્ઞાની તે બાળક.’ : “જ્ઞાની તે નેતા, અજ્ઞાની તે ટોળું.” ક “જ્ઞાની તે સંરક્ષક, અજ્ઞાની તે રક્ષાયેગ્ય.” * “જ્ઞાની તે માતા, અજ્ઞાની તે બાળક.”
અજ્ઞાનીને જ્ઞાની બનાવવા સદા યત્ન કરે તે મહાત્મા. સાધક તારા શિર પર તે જવાબદારી છે. વિશ્વને સમજદારીની શિક્ષા આપવાની. જો તું ગુસ્સ કરે તે... સાધનાનો સરવાળો કે બાદબાકી ?
ફરી...ફરી... એક જ વાત કહું છું. તત્વજ્ઞાનથી પ્રત્યેક જીવને નિહાળ-પ્રત્યેક જીવને બાળ સમજ અને સૌ બાળકને તારી અધ્યાત્મ દૃષ્ટિના દર્શન કરાવ... હે પરમાત્મા !... "
ભલે આપના હસ્તકમલથી દીક્ષિત ના બને. પણ આપની આજ્ઞા દ્વારા જ દીક્ષિત બન્યું છું. મારી તે એક વિનંતિ આપનાં ચરણકમળમાં છે. ક્રોધ મને બાળક ન બનાવી દે. ક્રોધ મારી સાધનાને સંહરી ન લે, તેવા મારા અમેઘ સંરક્ષણકાર બને.