________________
પ ખપ પN
૪૮] ભેગ એ વિનાશક છે, ત્યાગ એ સર્જક છે. અને પ્રત્યેક પરિસ્થિતિમાં સાધનાની મોજ માણી લે. જ્ઞાનની મસ્તી તું એવી અનુભવે કે પરિષહની પલટનને પલાયન થવું જ પડે.”
મહાત્મા ! ભૂલ નહિ. સદા યાદ રાખ. અંધક સ્વામીના શિષ્ય ઘાંચીની ઘાણીમાં પીલાતા ગયા પણ, તેઓએ પાપી પાલકની ફરિયાદ ના કરી. મૂક સાક્ષી બની રહેલ નગરજનેની નિંદા ન કરી. પણ પરિષહને સમભાવે સહન કરી આત્મા તેજના ચમત્કારને વિશ્વમાં વિસ્તાર્યા
પ્રભુ! મને જોઈએ – પરિસહ સહવાની અનુપમ મસ્તી. પ્રભુ !
- તમારા જ્ઞાનના મહાસાગરમાં નિમગ્ન બની કર્મના. દાહજવરને દૂર કરે છે. પ્રભુ! તમારા પ્રભાવે જ્ઞાની બનું. બબડાટ ચાલ્યા જાય અને આપની જેમ મારું વચન પણ સર્વ શ્રેષ્ઠ વચન બને. પ્રવચન બને, જેના સહારે સૌ તરે.
પ્રભુ! શું ‘તિજ્ઞાણે તાયા”ની પદવી મને ના આપો! મારે જગતના કેઈ પદ-સન્માન–ગૌરવ-અભિનંદન–અનુમોદન ના જોઈએ.
મારે જોઈએ તમારા જેવી જ શ્રેષ્ઠ પદવી...
પ્રભુ! આપને તિન્નાણું તારયાણું” પદ. તે પદ મેળવવા કમ્મર કસીને પ્રયત્ન કરીશ. રાત-દિવસના ઉજાગરા વેઠીને પણ ચગ્ય બનીશ. પ્રભુ! ખાતરી આપું છું. આપે મને સાધુ બનાવ્યું. હવે જરા પણ બબડાટ નહિ કરું પણ...
તમે મને ખાત્રી ના આપ “તિન્નાણું તારયાણું” પદ આપવાની ???