SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ] તપશ્ચર્યા એટલે અણાહારી આસને બેસવાની સાધના અને પુસ્તથી પ્રાપ્ત થતા જ્ઞાનમાં ફરક આટલે જ છે. હજી તને ભૂલાઈ ગયેલ મુદ્દાની એક વાત યાદ કરાવું. ' પુસ્તકમાં જ્ઞાન કયાંથી આવ્યું? કેઈપણ ગ્રંથ એક જ્ઞાની. ગુરુનું સર્જન છે. ગુરુના બે સર્જન છે. ગ્રંથ અને શિષ્યસંતતિ. ગુરુના ગ્રંથને વારસદાર છે સંયમી શિષ્ય તું પુસ્તકથી જ્ઞાન મેળવીશ તે ચેર બનીશ. તું સજનને સ્વીકારીશ અને સર્જકનું વિસ્મરણ કરીશ? તું વિચાર કરે. તને સમજાશે ગુરુ પ્રસન્ન થશે તે તારે એગ્ય તને જ્ઞાન પ્રાપ્ત થશે. પ્રસનગુરુએ માતુષ મુનિને બે પદ આપ્યા. મારુષ માતુષ (ગુસે ના કર...મમત્વ ન રાખ) ભાષ0ષ મુનિને આ બે પદે જ કેવલજ્ઞાન આપ્યું. પ્રસન્નગુરુએ જ ચિલતિપુત્રની ધર્મપ્રાપ્તિની વિચિત્ર ઝંખના જોઈ..એક હાથમાં તલવાર છે. એક હાથમાં સ્ત્રીનું મતક, છે. મુખમાં ત્રાડ છે “ધર્મ બતાવે” પણ..આત્માની યોગ્યતા. ગુરુ સમજ્યા અને ગુરુ મહારાજે “ઉપશમ-વિવેક અને સંવર’ની ત્રિપદી આપી. ગુરુવગર ચિલતીપુત્રને કેણ સ્વગની સીડી બતાવી શકે? ભૂલી જા તારા તર્ક...વિતર્કને. જ્ઞાની ગુરુની પ્રસન્નતા. પેદા કરવી તે પણ એક અદ્વિતીય જ્ઞાન આરાધના છે. પ્રસન્નગુરુ વર્ષની સાધના બાદ અનુભવથી મેળવેલું અમૃત તને આપશે. ગુરુની પ્રસન્નતા એ જ્ઞાન અને એક્ષપ્રાપ્તિ અને ઉપાય. ભલા સાધક!
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy