________________
વ્યવહારની આરપાર નીકળી જાય તે નિશ્ચય. [ ૪૧
દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના યુગ પહેલાં જે ગુરુ પ્રસન્ન થાય તે જ્ઞાન મળે એ હકીકત હતી પણ, હવે તે આગમ પુસ્તકારૂઢ થઇ ગયા છે પુસ્તકે ભેગા કરીશ....વાંચીશ અને જ્ઞાની બની જઈશ. સ્વાધીનમાર્ગ છોડીને પરાધીનમાગે શા માટે જાઉં? વળી ગુરુને પ્રસન્ન કરવા જઉં ત્યાં ઘરડા, વૃદ્ધ, ગણ ગણુને આપનાર, જોખીને બેલનાર, હજારવાર ગુરુ મારી પાત્રતાને વિચાર કરે. કદાચ હું ગુરુને પ્રસન્ન કરવા આકાશ પાતાળ એક કરૂં અને ગુરુ તે સ્વર્ગધામ તરફ મુસાફરી કરી લે, તે મારી બધી મહેનત નિષ્ફળ...! હું શા માટે પરાધીનતાને સ્વીકારૂં? મારી આંખમાં તેજ છે. મારી બુદ્ધિ છે ત્યાંસુધી સ્વપ્રયત્નથી જ્ઞાન ના મેળવી લઉં? છતાં નહિ સમજાય તે એકાદ પંડિતને બેલાવી લઈશું. શંકા થશે તે. સમાધાન મેળવી લઈશું. ગુરુને પ્રસન્ન કરવા જઉં ત્યાં પણ કેઈક કહે, આ તે દેખાવ કરનારે છે. કેઈક કહેશે આ હાલે છે. અમે અદેખા છીએ આ બધી માથાકુટમાં પડી રાગદ્વેષ કરવા, અવજ્ઞા–આશાતના કરવી તેના કરતાં પુસ્તકથી જ્ઞાન મેળવવું કેટલું સારું છે. આજના કાળમાં તો આ માર્ગ શ્રેયકારી છે તેમ હું માનું છું. * - સાધક ! મારે ગભીરતા રાખવી જોઈએ પણ તારી વાત સાંભળી મારું હાસ્ય ક્યું રોકાતું નથી. તને મશ્કરી લાગશે. તું કૃત્રિમતાના યુગમાં જન્મે છે. મા ના દૂધને આસ્વાદ કર્યો નથી એટલે તને બેટલના દૂધની જ યાદ આવે છે. બેરલમાં આવતું દૂધ પણ એક માતાનું જ વાત્સલ્ય છે. ફરક એટલે તે પશુમાતા પણ, તારી જન્મદાતા માતા નહિ. પશુના દથી તું વિવેકશૂન્ય બની ગયે. બસ.ગુરુના મુખથી જ્ઞાન