________________
૪૦ ] જે જાણીને ઝેર પી શકે છે તે જ ખીજાને અમૃત પાઇ શકે છે. લે. પછી એ માર્ગે દોડવા માંડ....જ્ઞાનમૂલ ગુરઃ કૃપા" આ સોનેરી સૂક્તિ સમજી લે.
પણ...પ્રસન્નતા અને માખણવૃત્તિમાં ફરક છે. ગુરુ આગળ સારું ખેલવુ...સારું દેખાવું ..ગુરુ સમક્ષ ગૌતમ સ્વામી જેવી આરાધના કરવી. પાછળ અભભ્ય આચાય જેવી આરાધના કરવી તે માખણવૃત્તિ ગુરુની પ્રસન્નતા શાસ્ત્રીય શુદ્ધમા ના આરાધનથી થાય છે. પ્રસન્નતાના રાજમાર્ગ ભૂલી ગુરુને દેખાવથી આવિત કરવાના માર્ગે ભૂલે ના પડતા. દેખાવ જલ્દી કરી શકાય પણ પ્રસન્ન કરતાં વાર લાગે. કાગળના ઝાડ પર કેરી એક દિવસમાં આવે પણ સાચા આંબાના ઝાડ ઉપર કેરી આવતાં વર્ષોં લાગે..વિનયરત્ને ગુરુને આકૃષ્ટ કર્યાં હતા. ગુરુ ગૌતમસ્વામીએ ગુરુને પ્રસન્ન કર્યા હતા.
પ્રસન્નતા સાધના છે, આકર્ષણ કૃત્રિમતા છે. કૃતિમતા જ્ઞાન ન આપે, સાધના જ્ઞાન આપે.
પ્રસન્નતાનો માર્ગ જરા લાંબે છે. આકષ ણના માગ ટુક લાગે છે. પણ તેમાં મેહની અનેક ભૂલભૂલામણી છે. આકષ ણુ કરનારા જાદુગર છે. પ્રસન્ન કરનારા સાધક છે.
આકષ ણુ પારકા ઉપર હાય....સ્વના નિજના આત્મીયજનને રીઝવવાના હાય, તેઓની મહેરબાની કૃપા-અનુગ્રહ મેળવવાના હાય.
જાદુગર સમૃદ્ધિ મેળવે છે. સાધક શાંતિ મેળવે છે. તુ એક મંત્ર રટી લે. અજપાજાપ બનાવી દે...મારું ગુરુને પ્રસન્ન કરવાના છે. ગુરુ પ્રસન્ન રહેશે તે જ મને વિપુલ જ્ઞાન મળશે.