________________
શાસ્ત્રાભ્યાસમાં લીનતા એ જ અપ્રમત્ત ભાવને રાજમાર્ગ. [૩૫
ભૌતિક્તાની ભૂતાવળ ચારે બાજુ ભયંકર તોફાન મચાવી દે. મારા ગુરુ ગુસ્સે થાય છે એ જોઇશ તે આકાશ પાતાળ એક કરીને પણ તેઓને મનાવીશ....વિનવીશ...કરગરીશ...
ભલા ! ! પશુ અને માનવમાં શું તફાવત ?
જોયા પછી તે પશુ પણ પાછા હટે છે. તું યાદ રાખ... તું પશુ નથી...તે માનવ નથી..તું સજજન જ નથી, તારી જવાબદારી આથી પણ અધિક છે...તું એક મહાન ગુરુને શિષ્ય છે, તારું જતન કરવા ગુરુએ ઊંઘ અને આરામ હરામ કર્યા હતા. તને સગુણી બનાવવા તારા માન-અપમાનના કેટલાંય કડવા ઘૂંટડા તારા ગુરુએ ગળી ખાધાં છે. તેને મૂર્ખને જ્ઞાની અનાવવા તારા ગુરુએ શું શું પ્રયત્ન કર્યા છે? કેટલું સહ્યું છે? તે વિષે લખવા બેસીશ તે મહાભારત અને રામાયણ કરતાં મેટો ગ્રંથ લખાઈ જશે.
તારે ગુરુને ગુસ્સે જેઈને વિનવવા જેટલું નાનું કામ કરવાનું નથી. ફરી ફરી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની અમર પંક્તિનું ચિંતન કર મનન કર... * આયરિયં કવિય નગ્ના 2 પદમાં “ચ્ચાશબ્દ ખૂબ ચિંતન માંગે છે. જાણીને જોઈને નહિ.હા...હજી માળાની જેમ ફરીવાર રટી લે. ગુરુને ગુસ્સે થયેલાં જોઈને નહિ, પણ ગુરુને ગુસ્સે થયેલા જાણીને...
વિચાર શક્તિ તારી પાસે છે–શબ્દને રહસ્યને જ નહિ અંદપર્યને મેળવ...........
પવન આવ્યું. ના...ના વાવંટોળ આવ્યું. હવે દિશા બદલવી જ રહી. ગુરુને ગુસ્સે થયેલા જાણ્યા. એટલે એ વાત તને કેઈએ પણ કહી, કોઈના ઉપર પણ ગુસ્સે થયા. કોઇ પણ કારણે ગુસ્સે થયા...પણ મારી ફરજ...સીથી મુખ્ય ફરજ તેમને રીઝવવાના–મનાવવાના.....