________________
માંગણી જ્ઞાનની નહિ પણ જ્ઞાનની પ્રસન્નતાની કરે. [૨૫ કરે. ખુદની સાધના સરવાળા જે શિષ્યની હિતશિક્ષામાં હોય, ત્યાં ગુરુને આનંદ હોય, આનંદને ઉદધિ ઉછળતો હોય !!
ગુરુદેવ ! શિષ્ય તે બન્યો છું. મારી ઉપર કામણ કરે. જાદુ કરો. હું પંડિત બનું. જેથી મને હિતશિક્ષા આપતાં આપના હૈયામાં આનંદને ઉદધિ પ્રગટે. આપના ચરણમાં એક નમ્ર વિનતિ છે, મને હિતશિક્ષા કરતાં આપને આનંદ અનુભવ થાય તેવું સુગ્ય સુવર્ણ પાત્ર હું બનું. મારી મેગ્યતા આપના હૃદયને વિકસિત કરનારી બને. એ જ પુનઃ નત મસ્તકે ભાવના............... -