________________
જૈનસાધુ પાસે વશીકરણની વિદ્યા છે સમભાવ અને નમ્રતા. [ ૨૧
ગુરુને આનંદ ક્યારે ?-૨મએ પડિએ સાસ, પડિતને અનુશાસન કરતાં ગુરુને ખુશી થાય. દિલ આનંદ અનુભવે “ સાધક ! તારા પ્રશ્ન મને ખખર છે તુ હમણાં કહીશ અનુશાસન ડેના ઉપર કરવાનુ હોય ? પંડિત ઉપર વળી અનુશાસન શાનુ મારના ઇંડાંને ચીતરવાનાં શા માટે ?
તારી વાત...તારા તર્ક પ્રથમ દૃષ્ટિએ વિચારતાં દાદ માંગી લે છે, તારી વિચાર શક્તિને બિરદાવું કે તારી અપૂર્ણ વિચાર શક્તિને પુનઃ પુન: વિચાર કરવાની તક આપું ?
સ'સારની ખૂબી છે. માનવને ગારા ગાલ કરતાં ગુમડાની ચિંતા અધિક રહે છે. સાધક! ગુરુ તે તારા સદા હિતચિંતક રહેવાના.
જેમ નિસ્વાથી માતા એક અસહાય પુત્રનેા જ પક્ષ કરવાની તેમ મેાક્ષમાના રાહબર ગુરુને એક સુવિનયી શિષ્ય કરતાં અવિનયી શિષ્યની ચિતા અધિક જ રહેવાની.
ગુરુ વાપરવા બેસશે તા સુવિનયી શિષ્યની સ્મૃતિ પણ નહી કરે અને અવિનયી શિષ્યને યાદ કરશે. કહેશે....પેલા મહાત્મા કેમ દેખાયા નહિ ? ગુરુના હૈયામાં કરુણા છે. જો એકલા વાપરશે તે વાપરવામાં ગરબડ કરશે, મારી સાથે આહાર કરશે....વાપરશે તે ભક્ષ્ય-કલ્પ્ય પણ સંયમયાત્રાના નિર્વાહ અથે વાપરશે.
ગુરુ જ્યાં એસશે ત્યાં અવિનયી શિષ્યની જગા પાસે જ રાખશે. મારી પાસે નહીં બેસે તે કારેક કેવી ભય કર વિરાધના કરી દેશે. વિરાધનાથી બચાવવા અને આરાધનામાં જોડવા વિનયીની જગ્યા નજીક રાખશે.