________________
ખામીમાંથી ખૂબીનું સંશોધન કરે તે મહામાનવ [ ૩૧૭
જન કર એ મુખ્ય વાત છે. બાર કલાક તું તારામાં. ખવાઈ જા બાર કલાક તારા આત્માની માવજત કર, બાર કલાક વૈરાગ્ય રસાયણના પાન કર. તારી રુચિ સૂત્રપાઠની હેય તે તે કર, અર્થની હોય તે તે કર, ચિતનની હેય. તે તે કર, તને તાત્વિક પ્રશ્નોત્તરીમાં રસ હોય તે તે કર, તને ધર્મકથા કરવાની ભાવના હોય તે તે કર. પણ .....મારી તે તને હિતશિક્ષા છે, “તું બાર કલાક પ્રભુની આગમવાણીમાં લીન બની જા. પ્રભુની વાણું તને અવશ્ય અનંતગુણ બનાવશે. પણ ઉત્તરાધ્યયનસૂત્રની પંકિતનું સમરણ કરજે....“સઝાયં તેઓ કુજજા સવભાવવિભાવણું સર્વભાવને પ્રગટ કરનાર સ્વાધ્યાયને કર. સવભાવને પ્રગટ કરનાર સ્વાધ્યાય તારા કર્તવ્યધર્મનું ઉધન નહિ કરે? તારા આત્મસ્વભાવને વિકસિત નહિ કરે ? સ્વાધ્યાય તે સાધુને માટે સંજીવની ઔષધ તુલ્ય છે. સ્વાધ્યાય તને આત્મામાંથી પરમાત્મા ના બનાવે? જરૂર બનાવે સાધક તું સ્વાધ્યાયમાં લીન બન્યો નથી ત્યાં સુધી તને ગુરુની પ્રેરણાની જરૂર છે. “સ્વાધ્યાયમાં તું લીન બની જઈશ પછી તને કેઈએ પ્રેરણા નહિ કરવી પડે, તારું જીવન જ સૌને પ્રેરક-ઉદ્ધારક બની જશે.
ચક્ષુરહિત અંધ વ્યક્તિને પ્રતિપળ કહેવું પડે. સંભા
, ખાડે છે, ટેકરે છે, ઊંચું છે, નીચું છે, લાકડી ' રાખે, દિવાલે હાથ રાખે, પણ જેને આંખે દેખાતું હોય તેને કશું કહેવાનું નહિ. નયનવાળે પ્રાણ બરાબર જ