________________
૨૧૪ ]
વૈરાગ્ય એટલે સમભૂમિ.
શુ તું એમ મમજે છે. કાઈ પાસેથી એક ગાય છેડાવી દીધી તે અભયદાન ! ના ભાઈ....ના. આ તેા અભયદાનને એક નમૂના. અભયદાન એટલે વિશ્વના બધા પાપ સ્થાનકેથી જાતને મુક્ત કરવી.
જે વ્યક્તિ પાપની પ્રવૃત્તિ અને વૃત્તિથી મુક્ત થઈ શકે તે અભયદાન કરી શકે છે, અભયના આરાધન કરી શકે, જેનુ મન દુવિચારી દૂષિત છે, જેના વચનમાં ભાષા સમિતિ નથી, જેની ગેાચરી લાવવાની પ્રવૃત્તિ અને સ્પાહાર કરવાની પદ્ધતિમાં એષણા સમિતિ નથી, જેની વિસર્જનની ક્રિયામાં પારિષ્ઠાપનિકા સમિતિ નથી, જેની ગમનાગમન ક્રિયામાં ઇર્ષ્યા સમિતિ નથી તે કયારેય અભચંદાનની આરાધના ના કરી શકે. વસ્ત્ર, પાત્ર, વસતિ આભૂષણ અને મમત્વના પરિગૃહ રાખનાર પણ અભયદાનનુ' આરાધન ના કરી શકે.
અભયદાનના આરાધન માટે, પાંચ મહાવ્રતનું પાલન જરૂરી, અભયદાનના આરાધન માટે દ્વવિધ સાધુ સમાચારીનુ... પાલન જરૂરી, અભયદાનનું આરાધન આકરી સાધના અને કઠોર તપશ્ચર્યાં માંગે છે.
આવા મહાસાધકો જ વાણી વહાવી શકે અભએ પથિવા તખ્મ” પત્થિવા-પાર્થિવ એટલે રાજા જ નહિ, પૃથ્વીને માલિક નહિ પણ પ્રત્યેક દેહધારી પાર્થિ વ...દેહને ભાષામાં માટી કહેવાય છે. અધ્યાત્મમાં પુદ્ગલ માત્રને માટી–પૃથ્વી કહેવાય છે, અને તેથી દેહ પાર્થિવ છે.