________________
સુખ એટલે ખાડો, દુઃખ એટલે ટેકરે, [ ૨૧૩ બની જાય છે કે તેની દષ્ટિમાં કીડી-કુંજરના ભેદ ના હોય તેની દષ્ટિમાં દેવ-નારકના ભેદ ન હોય, તેની દષ્ટિમાં એકેન્દ્રિય પંચેન્દ્રિયના ભેદ ના હોય. પાપ અને પુણ્યશાળીના ભેદ ના હેય–તેની દષ્ટિમાં ગરીબ અને શ્રીમંતના ભેદ ના હોય, વિશ્વના પ્રત્યેક પ્રાણીમાં આત્માના જ નહિ પરમાત્માના પણ દર્શન કરે તે અભયદાનની આરાધના કરી શકે. અભય આપવું એટલે શું ? UR અયનું દાન સુખના ત્યાગ વગર થઈ ન શકે ! IT અભયનું દાન સ્વાર્થના વિસર્જન વગર થઈ ના શકે ! ge અભયનું દાન સમ્યમ્ દષ્ટિની પ્રાપ્તિ વગર થઈ
ને શકે !
અભયનું દાન સમ્યગુ જ્ઞાન વગર થઈ ના શકે ! BE અભયનું દાન સભ્ય ચરિત્ર વગર થઈ શકે !
અભયનું દાન અપ્રમત ભાવ વગર થઈ ના શકે ! અભયનું દાન અયોગી અવસ્થાની પ્રાપ્તિ વિના પરિપૂર્ણતા ન પામે.
અભયદાનના આરાધના માટે કોઈ પદાર્થ ના જોઈએ પણ અભયદાનની આરાધના માટે આત્માની ગ્યતા અવશ્ય જોઈએ. અભયદાનની આરાધના માટે બહારની કઈ તૈયારી ના જોઈએ, અભયદાનની આરાધના માટે અંતરમાં સિદ્ધિ પદની આકાંક્ષા જોઈએ.