________________
૧૬૬] વિશુદ્ધ આત્મા વિશુદ્ધ સમયે વિશુદ્ધ સામ્રાજ્યમાં પ્રમાદનો ભય શાને? વીતરાગના વિશિષ્ટ રાજ્યમાં અપ્રમત ભાવના ડિ હિંમ ગાજે.
પ્રભુ ! હું આપની હિતશિક્ષાને અનુસરીશ. એક સમયને પણ પ્રમાદ નહિ કરું, પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે મળેલ માનવ જન્મ, નિગી શરીર, પંચેન્દ્રિયની પૂર્ણતા, સદ્ગુરુના પ્રેમનો સદુપયોગ કરીશ. હું એક ક્ષણ પણ પ્રમાદ નહીં કરું. અતિ દુર્લભ જીવનને દુપયોગ કરું તે મારે કારણે અનેક લોકે અહિતના માર્ગે પ્રેરાય. શક્તિ આપજે. સામર્થ્ય આપજે. પ્રાપ્ત સામગ્રીના દુરુપયોગથી પીછે હઠ કરું.
- સાચે તારક! આજ દિલ ખેલી મારી કરુણ કથની પણ કહી દેવા દે. આપને ઉપદેશ “ક્ષણને પણ પ્રમાદ ના કરું. દુનિયાએ મને ડાહ્યો કહ્યો; સમજદાર, બુદ્ધિમાન કહ્યો. પણ આજે સાચું સમજાયું–હું અનંત અનંત કાળથી પાગલ હતો. મોહના નશામાં ચકચૂર હતે. પાગલપણામાં પણ દેખાવ ડાહ્યા કરતા હતા પણ પ્રભુ સામે હું ગાંડે હતે. દુનિયાની દૃષ્ટિએ તે ગાંડે જેનું મગજ અસ્થિર હેય. અધ્યાત્મની દૃષ્ટિએ તે ગાંડો જેનું હૃદય મેહથી ભરેલ હોય.
પ્રભુ મને કુંભકર્ણની નિદ્રા કરતા અધિક મેહની ભયંકર નિદ્રા આવેલી. આપે , જગાડયો. હવે