________________
૭૬ ] નમ્રતા એ અનંત ગુણની તિજોરીની ચાવી છે. થઈ જઈશ. એકવાર રાક્ષસના પંજામાં આવેલ છૂટે પણ, પ્રશંસા પિશાચના હાથમાં ગયેલે કદી ય ન છૂટે. અંદરથી તારે આત્મારામ ઊંઘી જશે.
કર્મો જાગી ઉઠશે. શાસનનું સન્માન અને શાસન પ્રભાવકનું મેં....મેંબસ, પછી શાસન...પરમાત્મા.... ગુરુ સમુદાય..સાથી....સહવતી સૌ ક્યાંય ભૂલાઈ જશે. અને અહંને અજગર તારે ભરડે લઈ લેશે. તેથી જ સાધક પ્રત્યે કરુણાપૂર્ણ પરમાત્મા ફરમાવે છે–તારા શુદ્ધ ચારિત્રના પ્રભાવથી આકર્ષાઈ તારું સન્માન કરવા આ પાંચ દશ માને શું કરડે દેવ અને દેવેન્દ્ર પણ દોડી આવશે..
પણ, તું સન્માનની ઈચ્છા કરતે નહિ. “સમાનની ઈચ્છા એટલે સાધનાને સત્યાનાશ”...
બસ, તારા જેવા પ્રાજ્ઞને વધુ શું કહેવાનું હોય?
સ્વયં તું લાભ-નુકશાનને વિચાર કરજે-હિતમાગે - સંચરજે. અહિતથી તત્ક્ષણ પાછો ફરજે...
પરમાત્મા !!
બાળક છું, કયારેક સતાવી જાય છે માન-સન્માન. પણ, અંતે સમજાય છે-આપની વાત. “સન્માનની ઈચ્છા - દ્વારા લેભ રાક્ષસ ને વળગે તેનાથી સાવધ રહેજે.”
પરમાત્મા પરમાત્મા ! બસ, મને ઈચ્છાને ત્યાગ આપ. ના...ના...પેલે લેભ રાક્ષસ મને ના વળગે. તે માટે નિસ્પૃહતાનું મંત્ર કવચ આપે.