________________
(૫૪)
શ્રીસુપાશ્વનાથચરિત્ર.
અધિકારીને અમે જણાવી તાપણુ તેણે એમ જણાવ્યુ` કે જે ઉસન્ન થાય છે તેજ પ્રમાણે થશે, મ્હારાથી વધારે થઈ શકે તેમ નથી. છતાં આપને જેમ યેાગ્ય લાગે તેમ કરી, માટે હવે આપણે શું કરવું ? આ પ્રમાણે પિતાના પ્રશ્ન સાંભળી વીરકુમાર શિવાય અન્ય કુમાર ખેલ્યા. જે બહુ ધન સન્ન કરે તે અધિકારીને તે દેશ સોંપવા ઉચિત છે. ત્યારબાદ રાજાએ વીરકુમાર તરફ ષ્ટિ કરી કહ્યું કે તું કેમ કંઇ ખેલતા નથી? ત્યારે તે ખેલ્યા, હું તાત! મ્હારા મત એવા છે કે આપે પ્રથમ માહેાશ અને સત્યવાદી જે અધિકારી મૂકેલા છે તેજ આપના હિતકારી છે. કારણ કે તે અધિકારી પ્રજાને પીડવા ઇચ્છતા નથી. અને પ્રજા સુખી રહેવાથી રાજ્યમાં સંપત્તિએ અધિક પ્રાપ્ત થાય છે. વળી તેમ થવાથી ઉત્તરાત્તર ઉદ્યોગની વૃદ્ધિ થાય છે. તેમજ રાજનીતિ પ્રમાણે કર લેવામાં આવે તે અહુ ધન સંપત્તિયા પ્રાપ્ત થાય છે. વળી ન્યાય પ્રમાણે ચાલવાથી દ્રવ્ય અને ધર્મની પણ આખાદી થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—
अर्थात् त्रिवर्गनिष्पत्ति-न्यायापार्जितवर्द्धनात् । अधर्माऽनर्थशेोकानां विपरीतात्समुद्भवः ॥
અન્યાય વડે ઉપાર્જન કરેલા ધનથી ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય છે. તેમજ અન્યાયથી મેળવેલી સંપત્તિવડે અધમ, અનર્થ અને શાકના પ્રાદુર્ભાવ થાય,” માટે હે પિતાજી ! પ્રથમના જે નિયાગી છે તેજ ચેાગ્ય છે. કારણ કે તે નીતિથી ધન મેળવે છે, વળી અન્ય નિયોગી અનીતિથી પંદર લાખ મેળવશે ખી. પર`તુ તુમ્હારા નિયેાગી થઇ જે અન્યાયની પ્રવૃત્તિ કરશે તેથી તમે પણ અધમી ગણાશે। અને ચારે તરફથી આપની ઉપર દુષ્પ્રીત્તિના પ્રહાર પ્રાપ્ત થશે. વળી પ્રથમ વર્ષમાં તે ફૂટ નિયેાગી