________________
સાગરચંદ્ર કથા.
(૪૫)
વાત સત્ય હાય તે હું પણ નદિપુરનેાજ રહીશ છું અને જાતના વાણીયા છું. માટે આ દુષ્ટ ખનાવ દૈવે સુઘટિત કર્યો, જો હારા કહેવા પ્રમાણે કરૂં તે કુટુંબ સહિત મ્હારા માતા પિતાને બહુ માપત્તિ આવી પડે. રાજકુમારી એલી, તમ્હારે કાઈ પ્રકારનો ભય રાખવા નહીં. કારણ કે હું... મ્હારા માતા પિતાને મહુ પ્રિય છું. મ્હારૂં વચન તેઓ અન્યથા કરતાં નથી. મ્હારા સુખથી તેઓએ સુખ માનેલું છે. આ પ્રમાણે કુમારીના નિશ્ચય જાણી ગુણચંદ્ર શકુન બળથી તત્કાલ કુમારીને પરણ્યા. ત્યારબાદ તે કુમારીની પાછળ નીકળેલા સર્વ સાધન સહિત દ્વારપાલ ત્યાં આવ્યા અને પરણવાના ચિન્હવાળી કુમારીને તેમજ તેના ભર્તાને જોઈ તેણે નમસ્કાર કર્યાં. પછી ગુણચંદ્ર સહિત કુમારીને રાજાની પાસે તે લઇ ગયા. પેાતાના પતિ સહિત કુમારીએ પિતાના ચરણમાં નમસ્કાર કર્યા. ભૂપતિએ તેમને રહેવા માટે મ્હોટા એક પ્રાસાદ આપ્યા. તેમજ તેમના તાખામાં દેશ, હાથી, ઘેડા, રત્નના ભંડાર વિગેરે સર્વ સ'પત્તિએ આપી.
બીજે દિવસે ગુણચંદ્ર પેાતાની સ્ત્રી સહિત પેતાના પિતાને ઘેર જવા નીકળ્યેા. શેરીની અંદર પ્રવેશ કરતાં આગળ ચાલતા પુરૂષને શેઠે પૂછ્યું, ભાઇ ! આ કણ આવે છે? ત્યારે પુરૂષ બાલ્યા હૈ શેઠજી ! આ તે રાજાના જમાઇની સ્વારી તમ્હારે ત્યાં આવે છે. તે સાંભળી તરતજ શેઠ તે ચિંતામાં પડ્યા કે એમને અહીં આવવાનું શું કારણ હશે ? અથવા હવે ચિંતા કરવાથી કંઇ વળે તેમ નથી. પ્રથમ એમના આગમનને મૂત્કાર કરવા જોઇએ, એમ જાણી શેઠ તે ઉતાવળથી હામા આવ્યા. તેટલામાં પિતાને જોઇ ગુણચંદ્ર હાથિણી ઉપરથી નીચે ઉતરી સ્ત્રી સહિત પિતાના ચરણમાં નમ્યા. શેઠ ખુશી થઈ
પિતાપુત્રના
સમાગમ.