________________
વરૂણની કથા.
(૩૯) તે સંબંધી તપાસ કરતા હતા. તે વાત ગામના લેકના જાણ વામાં આવી, તેથી મિત્ર, પુત્ર તેમજ પોતાના પિતા સમાન ગણાતા તે ધનશ્રેણીની આપત્તિને નહીં સહન કરતા એવા ગામના આગેવાન સર્વે એકઠા થઈ અધિકારીના ઘેર ગયા, અને કહેવા લાગ્યા કે આ વાત અસત્ય છે, માત્ર હેષિ લોકેએ આ તરકટ રચેલું છે. કારણ કે ધનશ્રેષ્ઠી સમાન આ નગરમાં કઈ પણ સત્યવાદી વેપારી નથી, તેમજ પતે ન્યાયમાગે ચાલનાર છે, વળી જૈન ધર્મમાં બહુ શ્રદ્ધાળુ છે. એમ સર્વે લેકે જાણે છે. એ પ્રમાણે લેકેની પ્રાર્થનાથી અધિકારી પણ સમજ્યો કે આ મહાજન લોકોનું કહેવું સત્ય છે. એમ જાણી આભીરીને ખુબ ધમકી આપીને કહ્યું, રે રાંડ! મરેલો બાળક કેડમાં લઈ જેણે તને મેકલી હેય તેનું નામ બોલ, નહીં તે હારા કાન અને નાક કાપી લઈશ. તે સાંભળી આભીરી બહુ ગભરાઈ અને બોલી કે દેશાંતરમાંથી અનાથ વાછડી સમાન હું અહીં આવી છું. વણિક લેકોના કહેવાથી હેં આ દુષ્કૃત્ય કર્યું છે. અધિકારી બે, તેઓ કોણ હતા તે બતાવ! આભીરીએ ત્યાં જેવા માટે આવેલા તે વણિક જનને બતાવ્યા. એટલે તેઓને કબજે કરીને અધિકારીએ પણ ધનશ્રેષ્ઠી સત્યવાદી, નિર્લોભી અને સર્વ લોકેને સંમત છે એમ સિદ્ધ કરી બતાવ્યું. અને બાકીના વેપારીઓ માયાવી છે એટલે તેઓ લેકને ફસાવનાર છે. તેથી તેઓએ શ્રેષને લીધે આ કાર્ય કર્યું છે, માટે બહુ વિરૂદ્ધવાદી આ વણિક લોકે ઉપર આ તરકટ પડે. ત્યારબાદ આભીરીને આપેલું દ્રવ્ય પાછું મંગાવીને તે કપટી કોને નિરૂત્તર કરી આધપતિએ તેઓનું સર્વ ધન લુંટી લીધું. અને તેઓને કારાગૃહમાં દાખલ કર્યા, તેમજ ધનશ્રેષ્ઠીને બહુ સન્માન કરી વિદાય કર્યો એટલે ગામના સર્વે લેકે મળવા માટે ધનશ્રેણીના ઘેર