________________
જણાવે છે અને દુશ્મનના પ્રાણનો બચાવ એજ પોતાનું સ્વામિવાત્સલ્ય માને છે. મોટા મનના સપુરૂષોની સર્વદા સર્વત્ર આવી જ કૃતિ હોય છે.
રાજા પછી પોતાની પટરાણીને દેવયશની પત્ની રુકિમણી પાસે મોક્લી તેને પાલખીમાં તેડાવે છે ને પોતે તેને પગે પડે છે. તેને આશિષ આપતાં રુકિમણી કહે છે-“હે! નરાધીશ! આપ શ્રી કલ્યાણના પાત્ર થાઓ! ” રાજા રુકિમણુને પછી ભદ્રાસને પધરાવી હાથ જોડી-ધર્મભગિની” શબ્દ સંબોધી પોતાના ગુનાહની ક્ષમા યાચે છે ને સર્વ રાજ્યસંપત્તિ તેને ચરણે ધરે છે. ત્યાં દેવયશનો પુત્ર આવે છે ને પોતાના માતાપિતાને નમી સર્વનો સત્કાર કરે છે. રાજાનો વિવેક ને દેવયશના પુત્રનો વિનય ને માતપિતાની ભક્તિ આદરણીયજ ગણાય.
આ પછી દેવયશ સૌને લઈ ઉદ્યાનમાં આવેલા સૂરીન્દ્રને વંદન કરવા જાય છે. ને હળુકમી મહાભાગ દેવયશ સ્ત્રી સહિત દીક્ષા લેવા રાજા પાસે આજ્ઞા માંગે છે. દશ દિવસ પછી રાજા અને સંબંધી વર્ગની સમ્મતિ પૂર્વક ઠાઠમાઠથી–સર્વ નગરમાં અમારી ઘોષણું કરાવી–સનમાર્ગે દ્રવ્ય વ્યય કરાવી, ચતુર્વિધ સંઘની ભક્તિપૂર્વક દીન અનાથ દરિદ્રીઓને યથાચિત દાન દઈ પત્ની સહવર્તમાન દીક્ષા અંગીકાર કરી. રાજાએ બહુધન આપી તેના પુત્રને શ્રેષ્ઠી (નગરશેઠ) પદે સ્થાપન કર્યો. રાજાએ પણ) હીધર્મ સ્વીકાર્યો ને જેનશાસન બહુજ દીપવા લાગ્યું. દેવયશ મુનિ અને રુકિમણી સાળી સમ્યક્ પ્રકારે ચારિત્ર પાળી–કેવળજ્ઞાન પામી તદ્દભવે મુક્તિ પામ્યાં સ્થૂલાદત્તાદાન વિરમણ વ્રત પ્રતિપાલનથી આમ આ પવિત્ર દેવયશ મુનિ મુક્તિ પામ્યા.
આ પ્રમાણે પ્રથમ કથા પ્રભુએ શ્રી દાનવીર્ય રાજાને સંભળાવી. હવે બીજી કથામાં પ્રભુ દાનવીર્યરાજને નાટ શ્રેણીની કથા કહે છે. ત્રીજા અણુવ્રતના પ્રથમ અતિચારનું સ્વરૂપ સમજાવતા પ્રભુ વિસ્તારે છે. દાનવીય રાજા અને બીજા સૌ જીજ્ઞાસુઓ આ પ્રભુ વચનામૃતનું પાન ચાતકની જેમ કરે છે –
વિશાળ લક્ષ્મીના કમલમન્દિર સમાન ભદ્દિલપુર નગરે સ્થિરદેવ શ્રેષ્ટિ અને કમલશ્રી તેની ભાર્યાં વસે છે. તેના લેભી અને ઉન્માર્ગગામી નાહટ નામે પુત્રને કોઈ તેને મિત્ર વ્યાપારને લેભ બતાવી નગર બહાર અનેક