________________
છે. રૂકિમણીની પતિભક્તિ ધર્મશ્રદ્ધા પતિના કષ્ટ પ્રસંગે ન ગભરાતાં ધીરજ પૂર્વક ધર્મારાધન દ્વારા પતિના ઉદ્ધાર કરવાની શક્તિ અને તે રીતે શાસન દેવીની ન્હાય મેળવવામાં સ્ત્રીધની પરાકાષ્ટા બતાવે છે.
હવે શાસન દેવી દેવયશ જેવા ધર્મિષ્ઠ પુરૂષ પરના અસત્ય આરેાપથી ક્રોધિત બની તથા રૂકિમણી જેવી પવિત્ર પતિવ્રતાને સ્હાય કરવા અર્થે રાજ્યમાં ચમત્કારિક ઉપદ્રવ ઉપજાવે છે તે રાજભવનમાં અન્ન, જળ, તાંબૂલ આદિ અપહરી રાજાનાં નેત્ર ખાલે છે. રાજા સ્થગિધર પાસે તાંષુલ માંગે છે. એ સૂચવે છે કે, પૂર્વે પણ તાંબૂલ ચણુ વિધિ હાવા જોઈએ અને તે રાજ માન્ય ઉપહારનું ચિન્હ છે. ખીડી હુક્કો આદિને બદલે તાંબૂલભક્ષણ વધુ નિર્દોષ અને ઉપભાગ્ય પૂર્વે રાજાઓ પણ ગણતા હાય એમ લાગે છે. મંત્રીને ત્યાં પણ આવા જ ઉપદ્રવ જણાતાં મંત્રી રાજાને દેવયશની નિર્દેષતા હાય એમ લાગતુ જણાવે છે. એટલામાં ચામરધારિણીના શરીરમાં શાસનદેવી પ્રવેશી મત્રીને પા આપે છે, “ધર્મિષ્ઠપર જુલમ ગુજારનાર પોતાના સ્વામી ( રાજા ) ને અટકાવતા નથી. તે તું મત્રી શાના? x x x મંત્રીએ અસત્ય માર્ગે ચાલનાર રાજાની ઉપેક્ષા કરવી ન જોઇએ. ઇ ” આ પકામાં મત્રીધમ અને રાજધર્મનાં શાસન તરી ઉઠે છે. મંત્રીશ્વરે રાજાને દુષ્કૃત્ય કરતાં વારવેજ જોઇએ. નહિ તો તે મત્રીજ શાના ? આ માન્યતા અત્યારના મત્રીઓમાં હાત તા દેશી રાજ્યાની આવી દશા હાત નહીં. આ પછી દેવી ધનદેવનુ તમામ કપટ ખુલ્લુ કરે છે. ત્યાં આકાશમાંથી વિમાનારૂઢ દેવયશ આવે છે. ચામરધારિણી, રાજા, મંત્રી સૈા તેને માન આપે છે. રાજાએ તેને બહુમાન પૂર્વક પોતાના સિંહાસને બેસાડી અન્ય આસને સ્થાન લીધું. ગુણિ, નિર્દોષ, ધર્મિષ્ઠ, પુરૂષોનું રાજાએ પણ રાજમદ– અભિમાન ત્યાગી બહુમાન કરતા–પોતાના સિંહાસને પધરાવતા ને ધન્ય થતા. શાસનદેવી દેવયશને પ્રાર્થના પૂર્ણાંક કહે છેઃ—તુ જૈન મતા રાગી છે. તેમજ દયાધમાં અગ્રણી છે. વળી તે ઉત્કૃષ્ટ રીતે ગૃહીધા સ્વીકાર કયાં છે અને સર્વથા નિર્દોષ છે ! હું જૈન શાસનની રક્ષક દેવી. હારી 'સ્ત્રીએ કાયાત્સર્ગ કરી મને ખેલાવી છે. હું તને વિડંબના કરનારને શિક્ષા કરીશ. દેવમદદ પામનાર દેવયશ પોતાના ઉદારભાવને પ્રકટ કરતા દેવીને તેમ કરતાં વારે છે અને એ વિડંબના પોતાના અશુભકર્મને લીધે થઈ