________________
મુનિગણથી પરવારેલા એક સૂરિ પાસે લઈ જાય છે અને વિનંતી કરતાં ધર્મને રોગ્ય જાણુ સૂરિ તે શ્રેષ્ઠીપુત્ર નાહટને પિતાની પાસેના કીંમતી રત્ન બતાવે છે. સમ્યત્વરૂપી મહા રત્ન તને પસંદ પડે તે ગ્રહણ કર. આ સમ્યકત્વ રત્ન જેન શાસનરૂપી ક્ષીર સાગરમાંથી પ્રકટ થયેલું છે. સર્વ ગુણેથી સંપૂર્ણ અને ચિન્તામણું રત્ન સમાન મને વાંચ્છિત અર્થ આપવામાં શ્રેષ્ઠ છે. વળી શુદ્ધ છે કાંતિ જેની એ આ બીજો પ્રાણવધ વિરતિનામે હાર છે. જેમાં મને વચન કાયા એમ ત્રણને ત્રણ ગુણ કરતાં નવ થાય એવી નવ સેરે રહેલી છે” વિગેરે યુક્તિપૂર્વક વચનોવડે મુનિ ધર્મ અને ગૃહિ ધર્મ વિસ્તારથી સંભળાવતાં તે બન્નેએ ગૃહિધર્મ સ્વીકાર્યોને પાલન કરવા લાગ્યા.
પણ લેભી એવો નાહટ પિતાના ત્રીજાવતને કલંક્તિ કરનાર દુષ્કૃત્યને આદરે છે ને મિત્રની વાર્યો છતાં ચોરેલો માલ ધન લેતાં પકડાઈ રાજ્યદંડ સહી કુલની કીર્તિ ધન વિગેરે સર્વસ્વ ગુમાવી પર્યાચના કર્યા સિવાય મરી નરકગમન કરે છે આમ ત્રીજાતના પ્રથમ અતિચારનું સ્વરૂપ પ્રભુ પ્રકાશે છે.
હવે ત્રીજા વ્રતના દ્વિતીયાતિચારનું સ્વરૂપ સંભળાવવાની દાનવીર્ય રાજાની નમ્ર વિનંતી ઉપરથી પ્રભુ દ્વિતીય સ્તન પ્રગતિચારપર મહનની કથા વિસ્તારથી સંભળાવે છે.
કુસુમપુર નગર અનેક ગુણિ પુરૂષવડે સેવાયેલું જણાવે છે. તેમાં વહન કર્યો છે પૃથ્વીને ભાર જેણે, દયાથી વ્યાપ્ત હૃદયવાળા-ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા પર્વત સમાન સ્થિર બુદ્ધિવાળા વૈરાચને રાજા રહે છે. આ રાજાના પુત્રનો મિત્ર મહાન છે. રાજકુમાર પ્રજા પાડી તેમનું ધન આદિ હરી લે છે આથી રાજા પુત્રને સખ્ત ઠપકે દેતાં કહે છે –“હે દુરાચારી ! મારું રાજ્ય છોડી ગમે ત્યાં ચાલ્યો જા ! તું મારે પુત્રજ નથી. મારા પૂર્વજોએ મહા યત્નથી પાળેલી પ્રજાને ક્રિયા વડે લુંટી મારી કીતિને તેં દુષિત કરી, પશુ અને પુત્રમાં સમાન રાજનીતિ રાખવા પંડિતે સત્યજ કહે છે. હું તારા ખુલ્લા દોષોને છુપાવી ગ્યદંડ નકરૂ તો નીતિ ભાગથી વિપરીત ચાલનાર ગણાઉ પિતાના રાજ્યમાં સર્વ જનેનું સમભાવ પૂર્વક નીતિથી પાલન કરવું તેજ લક્ષહેમ-સરવર કૂવા અને દેવમદિરાદિક બનાવવા સમાન ગણાય.”