________________
(૨૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મુનિને વંદન કરી સર્વે પિતપોતાના સ્થાનમાં ચાલ્યા, તે સમયે અનંગસેનાએ જાણ્યું કે આ કુમાર સાધર્મિક છે તેથી મહન સહિત કુમારને પોતાને ઘેર લઈ ગઈ અને બહુ સન્માન પૂર્વક તેની સેવા કરી, ત્યારબાદ કુમારે અનંગસેનાને પિતાનું યથાર્થ વૃતાંત સંભળાવ્યું, પછી મિત્ર સહિત તે ત્યાંથી નીકળે અને તેની સાથે અનંગસેના વેશ્યા પણ ગઈ. આગળ ચાલતાં પુર નામે એક નગર આવ્યું. આ નગર
પોતાના પિતાના દેશની સંધિમાં હતું. જમાલી અને તે દેશ વિશ્વસેન રાજાને હતે. સ્ત્રી પલીપતિ. અને મિત્ર સહિત કુમારે નગરની અંદર
પ્રવેશ કર્યો અને જૈનમંદિરમાં ચૈત્યવંદન કરતે હતા તેવામાં તેજ નગરના અધિકારી ભગવાનના દર્શન માટે ત્યાં આવ્યા. બહુ ભકિતભાવથી રેમાંચિત થયાં છે માત્ર જેનાં અને એકાગ્ર દ્રષ્ટિથી જીનપ્રતિમાનું ધ્યાન કરતા એવા કુમારને તેણે જોયે. ત્યારે તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે આ આકૃતિ જોતાં આ પુરૂષ સામાન્ય નથી. તેથી તેના મિત્રને એક તરફ બેલાવી તેણે પૂછયું કે આ કેણ છે? મને પણ કુમારનું વૃત્તાંત યથાસ્થિત કહ્યું. જેથી અધિકારી હાથ જોડી પ્રાર્થના પૂર્વક કુમારને પિતાને ઘેર લઈ ગયે. અને સન્માનપૂર્વક બહુ સેવા કરી આનંદ આપવા લાગ્યા. તેવામાં જ માલિપલીપતિએ ઉડતી વાત સાંભળી કે વિશ્વસેન રાજા મરણ પામે તેથી પિતાનું સિન્ય લઈ ને જમાલિ દેશનો હક્ક પિતાને તાબે કરવા ત્યાં આવ્યો અને તેણે નગરની ચારે તરફ ઘેરો ઘાલ્યું. હવે નગરની અંદર જળ નહોતું અને બહારનું જળ શત્રુઓએ રેકી લીધું. તેથી લેકે બહુ તરફડવા માંડ્યા અને અધિકારીની પાસે જઈ કહેવા લાગ્યા કે હવે જળ વિના ક્ષણ માત્ર પણ અમારે