________________
નાહટકથા.
(૧૭) કરવા લાગે. તે જોઈ કારભારીએ આરક્ષકને પૂછયું, એકદમ તેને બાંધવાનું શું કારણ? આરક્ષક છે , સાહેબ! એક ચેર અમારા ઝપાટામાં આવ્યા હતા. નાસતાં ભાગતાં તેણે કહ્યું કે ઘણાખરા રાજાના અલંકારે નાહટને ત્યાં છે. માટે એને રાજા પાસે લઈ જ ઉચિત છે. એમ કહી આરક્ષક રત્નાવલી હાર સહિત નાહટને નરેદ્રની પાસે લઈ ગયા. ત્યારબાદ બીજા ચેરેને પૂછવાથી તેઓએ પણ કહ્યું કે હે રાજન્ ! દરેક ચારેને માલ પોતે વણિક હોવા છતાં પણ તેણે હરીલઈને પિતાને ઘેર રાખ્યો છે. તે સાંભળી રાજાની કોપાયમાન દષ્ટિ મંત્રી તરફ પડી. મંત્રીએ પણ નાહટને એકાંતમાં બહુ સમજાવ્યું કે રાજાના તેમજ અન્ય લેકના દાગીના હારી પાસે જે હોય તે. વેળાસર આપી દે. નહીં તે આકડાના ફૂલની માફક તું ક્યાં ઉડી જઈશ, અને ભૂંડા હાલે મરી જઈશ. નાહટ બેલ્યા, એક હાર વિના હું જે દાગીના લીધેલા છે તે સર્વ પાછા આપું છું. માત્ર હાર મહારી પાસે નથી, કારણ કે હારી પાસેથી કપટ
3
. કરી તે હાર કોઈક માણસ લઈ ગયા છે. મંત્રી બોલ્યા, રે ધૂર્ત ! ત્રણ લોકનું તત્વ આ હારમાં રહેલું છે, તેથી જે તે તું નહીં આપે તે ત્યારે આ દેહ રહેવાને નથી એમ જરૂર સમજવું. એમ ધમકી આપી મેરબંધથી સજજડ બાંધીને ચાબુકના પ્રહાર કરવા માંડયા તે પણ તેણે હાર આપવાની વાત માની નહીં. જેથી મંત્રીએ તેના પિતાને બોલાવી કહ્યું કે તુમ્હારા પુત્રને આ વાત પૂછી જુઓ, નહીંતર આમાંથી તમ્હારે બહુ નુકશાન વેઠવું પડશે. એમ સાંભળી તેના પિતાએ નાહટને એકાંતમાં લઈ જઈ બહુ સમજાવ્યું અને કહ્યું કે અરે કુલદૂષક ! હું પ્રથમથી ના પાડતો હતો છતાં હું એની સાથે વેપાર