________________
નાહટણીની કથા.
(૧૫) વાથી કિમત કેવી રીતે થાય ? ત્યારબાદ કાનને અમૃત સમાન સુખદાયક ગંભીર વાણી વડે મુનીંદ્ર બોલ્યા, જે સમ્યક્ત્વ રૂપી મહારત્ન હને પસંદ પડે તે ગ્રહણ કર. આ સમ્યક્ત્વ રત્ન જેને શાસન રૂપી ક્ષીર સાગરમાંથી પ્રગટ થએલું છે. તેમજ સર્વ ગુણથી સંપૂર્ણ અને ચિંતામણી સમાન મનવાંછિત અર્થ આપવામાં શ્રેષ્ઠ છે. અને વળી શુદ્ધ છે કાંતિ જેની એ આ બીજે પ્રાણિવધ વિરતિ નામે હાર છે, જેની અંદર મન, વચન અને કાયા એમ ત્રણને ત્રણ કરણે ગુણતાં નવ થાય એવી નવસે રહેલી છે. વિગેરે યુક્તિપૂર્વક વચને વડે મુનિ ધર્મ તથા ગૃહિધર્મ પણ વિસ્તારપૂર્વક સંભળાવ્યું. કમના ક્ષપશમથી તે બન્ને જણાએ ગૃહિધર્મને સ્વીકાર કર્યો. ત્યારબાદ મુનિને નમસ્કાર કરી અને પોતપોતાના ઘેર ગયા. અને વિધિ પ્રમાણે તે ધર્મનું પાલન કરવા લાગ્યા. એક દિવસ નાહટ પિતાની દુકાનમાં કામ કરતે હતે
તેવામાં ત્યાં ચેર લેકે બહુ સુવર્ણાદિક ધન મિત્રને ઉપદેશ. લઈને આવ્યા. તેણે પણ કોઈ ન જાણે
તેવી રીતે યુક્તિપૂર્વક તે ધન લઈ તેના બદલામાં કંઈક આપી તેઓને વિદાય કર્યો. આ પ્રમાણે કૂટ વ્યવહાર કરતાં નાહટને તેના મિત્ર છે અને મિત્ર સમજી ગયે કે આ અવળે રસ્તે ચઢી ગયે છે એમ જાણી તેણે એકાંતમાં ઉપદેશ આપ્યો કે હે નાહટ ! તું આ કામ કરવું છોડી દે, આથી હારૂં ત્રીજી વ્રત કલંકિત થાય છે. તે સાંભળી નાહટ બોલ્યો કે, હે મિત્ર! અદત્તાદાનનું જ હે પ્રત્યાખ્યાન કર્યું છે. બીજા કાર્યને હું નિષેધ કર્યો નથી. મિત્ર છે, ગુરૂએ ત્રીજાવતમાં ચોરીનું ધન લેવું તેને અતિચાર (દોષ) કહેલ છે. માટે ચેરીનું ધન સર્વથા ન લેવું એ નિયમ કર. એમ કહી