________________
(૧૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. હને જેમ એગ્ય લાગે તેમ ત્યારે પોતેજ તેની વ્યવસ્થા કરવાની છે. તે પ્રસંગે દેવયશને પુત્ર જેને ધાન્ય ખેટ નામના ઉપનગરમાં સ્વજનેએ મૂક્યું હતું તે ત્યાં રાજદ્વારમાં આવ્યા અને દ્વાર પાલની સૂચનાથી રાજાએ તેને પિતાની પાસે બોલાવ્યું. તરતજ તે અંદર પ્રવેશ કરી રાજાને ન પછી પિતાનાં માતાપિતાને નમી સર્વને યથાગ્ય સત્કાર કર્યો. ત્યારબાદ રાજાએ તેને આલિંગન કરી પોતાના ખોળામાં બેસાડ્યો. પછી દેવયશ બેલ્ય, રાજાએ આ સમગ્ર રાજ્યાદિક સંપત્તિ રૂકમણને સ્વાધીન કરી છે. વળી તે સ્ત્રી મહારે સ્વાધીન છે. અને હું જૈન સિદ્ધાંતના જ્ઞાતા એવા સદગુરૂના સ્વાધીન છું. માટે હાલ ભજન કરી ચાલો આપણે તેઓને વંદન કરવા જઈએ, કારણ કે તેઓ આજે નંદનઉદ્યાનમાં આવેલા છે, તે વાત નક્કી છે, કેમકે વિમાનમાં બેસી
જ્યારે હું અહીં આવતા હતા ત્યારે તેમનાં દર્શન કરીને પ્રણામ પણ મોં કર્યા હતા. માટે પરમ ઉપકારી એવા તે મુનીંદ્રની આજ્ઞા રુકિમણી સહિત અમારે માન્ય કરવી જોઈએ. વળી હે રાજન ! આપે પણ યથાશક્તિ ધર્મસેવા અંગીકાર કરવી એગ્ય છે. ભેજન કર્યા બાદ રાજા મહાટા વિસ્તારથી દેવયશ, રુકિમણી
અને તેના પુત્ર સહિત સૂરદ્રની પાસે ગયે. દેવયશની તેમજ વિનયપૂર્વક વંદનવિધિ કરી તેઓ ત્યાં મેક્ષગતિ. બેઠા એટલે સૂરિએ ધર્મલાભ આપી યતિ
ધર્મ અને ગૃહિધર્મને ઉપદેશ આપે. તે સાંભળી નૃપાદિક સર્વે યથાર્થ બોધ પામ્યા. રૂકિમણી સહિત દેવયશે દીક્ષા લેવા માટે રાજાની આજ્ઞા માગી. રાજાએ.જવાબમાં જણાવ્યું કે તહારૂં કહેવું સત્ય છે. પરંતુ દશ દિવસ પછી તે કાર્ય સિદ્ધ થશે. શ્રેણીએ પણ તે પ્રમાણે કબુલ કર્યું. ત્યારબાદ ફરીથી વિધિપૂર્વક ગુરૂ મહારાજને વંદન કરી