________________
દેશછીની કથા.
(૧૧) કરી છે તેને હું શિક્ષા કરૂં છું. કારણ કે હું જેનશાસનની સેવા કરનારી દેવી છું. વળી હારી સ્ત્રીએ કાર્યોત્સર્ગ કરી મહિને
લાવી છે, એટલે હું તેઓને શિક્ષા કર્યા વિના રહીશ નહીં. આ પ્રમાણે દેવીનો અભિપ્રાય જાણ દેવયશ બોલ્યો, હે દેવિ? મહારા દુષ્કર્મને લીધે મહને આ વિડંબના થઈ છે. વળી આ દુ:ખ પડવાથી તે કર્મોનો નાશ કરવામાં હું સમર્થ થયે, તેમજ મહારા પ્રાણની રક્ષા થઈ અને દુષ્કીર્તિરૂપ કલંક પણ દૂર થયું. તે સર્વ હારા પ્રભાવથીજ થયું છે. એટલે દેવિ ! હવે મમ્હારી સેવા કરવામાં હું કંઈ પણ બાકી રાખ્યું નથી, છતાં પણ હવે આ સર્વ લોકોને ઉપદ્રવથી વિમુક્ત કર? એટલે તે પણ હારૂંજ વાત્સલ્ય થયું તેમ હું માનીશ. ત્યારબાદ દેવી તે પ્રમાણે સર્વને સ્વસ્થ કરી દેવયશની આજ્ઞા લઈ પોતાના સ્થાનમાં ગઈ. રાજાએ હુકમ કર્યો કે વિડંબનાપૂર્વક ધનદેવને દેહાંત શિક્ષા
ન કરે. તે સાંભળી દેવયશને દયા આવી ધનદેવને શિક્ષા. તેથી તેણે રાજાને કહી તેને મુક્ત કરાવ્યું.
- ત્યારબાદ રાજાએ પિતાની પટ્ટરાણીને દેવયશને ત્યાં મોકલી અને તેની સ્ત્રી રુકિમણુને પાલખીમાં બેસાડી પિતાને ત્યાં બોલાવરાવી. જ્યારે તે પિતાની નજીક આવી ત્યારે રાજા ઉભે થઈ તેના પગમાં પડ્યો એટલે રૂકિમ બેલી, હે નરાધીશ ! સર્વ કલ્યાણના પાત્ર આપ થાઓ. એમ આશીર્વાદ આપ્યા બાદ રાજાએ તેને ભદ્રાસન ઉપર બેસાડી. પછી કૃતજ્ઞ પુરૂષમાં શિરેમણિ સમાન રાજા હાથ જોડી સર્વ સભા સમક્ષ બોલ્યા, હે ધર્મભગિનિ? હું આપને ગુન્હેગાર છું તેમ છતાં આ પાપથી હવે હું મુક્ત કર્યો માટે હું ત્યારે મહટે ઉપકાર માનું છું. રાજ્ય અથવા આ દેહથી પણ તેને બદલો વાળવાને હું સમર્થ નથી. હવેથી આ સર્વ રાજ્ય સંપત્તિ હારી છે માટે