________________
શ્રી મહાવીર જિન સ્તવન
મહાવીરજી મુજ માયાળુ રે. એ રાગ. સિદ્ધારથ સુત! સુખકંદારે, વીર જીણુદા.
ભવિચાતક ચિત્તહર ચંદારે, ત્રિશલાના નંદાએ ટેર. દયાના દરિયા ! દશમા દેવલેકથી ચવિયા, - ક્ષત્રીકુંડમાં અવતરીયા
વીર. બાળુડા પ્રભુજી ! બાળપણે બળવંતા, જગજીવનજી જયવંતારે.
...વીર. મોહનજી ! મહારા, માતાની ભક્તિમાં રાતા, નંદિવર્ધનના ભ્રાતા
વીર. પ્રિયતમ પ્રભુ! પ્યારા, પરણ્યા યશોદા નારી, જે પૂર્ણ પતિવ્રત ધારીરે
વીર. વૈરાગી વહાલા! ત્રીશ વર્ષ થયા ત્યાગી,
બન્યા શિવરમણીના રાગીરે વાર ત્રિભુવનના તારક! તપ તપીયા બહુ ભારી, નવરજી ! છે જયકારીરે
વીર. લટકાળા ! લટકે, ચંદનબાળાને તારી,
તુજ મુખડા પર જાઉં વારીરે .... કેવળ ગુણવંતા ! કેવળજ્ઞાનને પામી, થયા શિવરમણના સ્વામી
વીર. શરણે હું આવ્યો, સહાય લેવાને તમારી, | સ્વીકારે અરજી અમારી
...વીર. મહાવીર પ્રભુ! હારા, હૃદય મંદિર માંહી રહેજો, જ શુભ અછત અમર પદ દેજે રે વીર.
ૐ : 3