________________
| મહુવામંડનમહાવીરજીનસ્તવન II
- કેશરીયા થાશું પ્રીતિ કિની રેએ રાસ. મનમોહક મુઝને મૂર્તિ મળી રે, મહાવીરની
- લય વલમાં લાગી, ધર્મ ધુરંધર મહાધરની–એ ટેક. મનહર મહુવામાં બહુ મોટા, મંદિરની છબી છાજે; ; જીવત નવરજીની આગળ, ત્રિકાળ નાબત ગાજે છે. મન. સિદ્ધારથ રાજાના નંદન, ત્રિશલા સુત સુખકારી; પાપ અમહાશ કાપ પ્રભુજી! આપ પદ અવિકારી રે. મન. સુમેરૂ શિખરે સુરપતિ સઘળા, સનાત્રવિધિ શુભ કરતા; ચરઘુવડે ગિરિવર કંપાવી, હરિમન શંકા હરતા રે. મન. ડસીય ચરણે ચંડકોશીયે, તે સ્વર્ગે જઈ વસીઓ, અડદ બાકુળા આપી પ્રભુને, સતી જીવ અતિમનહસી રે. મન. સુરનર પશુ ગણ મળી દુઃખ કરતા, પ્રભુ સહતા શમ ભાવે; ઘન ઘાતી ચઉકર્મ ખપાવી, અન્તર જાતિ જગાવે રે. મન. સમવસરણની રચના સુન્દર, સુરપતિ સઘળી કરતા; અતિશય સહ ઇનવર વિચરતાં, નવિન કમળ પદ ધરતા રે. મન. આત્મજ્ઞાન આપી વિજનની, જડતા દૂર નીવારી; અજીતાનન્દમાં રમતા નિશદિન, પ્રભુજીની બલિહારી રે. મન. વિનતી હાલ ધરીને હાલા, સેવની ઉર ધરજે; કૃપા તણુ સાગર જીનવરજી! દુઃખ અમ્હારાં હરજે રે. મન. સિદ્ધાચળમાં વાસ કરીને, અનુભવ પ્યાલો પીધે; રૈવતગિરિ યાત્રાએ જાતાં, પ્રભુ ગુણ લહાવો લીધો છે. મન. મંગલરૂપ છે મહાવીર મહારા, હૃદય મંદિરમાં વસીયા, અછત ન કરજેડી તમને, શિવરમણના રસીઆ રે. મન.
» શાંતિ રૂ