________________
અજરાપાર્શ્વનાથનું સ્તવન
માતા મરૂદેવીના નન્દ-એ રાગ. હાલા ! વામાદેવીના નન્દ! અજરા પાર્શ્વનરાજ !
વિનતી સુણો અસ્વારી રે. વિનતી સુણે અહારી રે, મહેર કરી મહારાજ ! આપજે
- પદ અવિકારી રે-એ ટેક. અશ્વસેન કુલદીપક જીપક, કામ ક્રોધ મદ માનક વારાણસીના વાસી વિભુજી! ધરીએ તુઝ ગુણ ધ્યાન, હાલા. પ્રભાવતી રાણીના પ્રિયતમ, જ્ઞાન રયણ ભંડાર તાપસ તારી નાગ ઉગારી, ત્યાગ દીચા સંસાર, હાલા. સંયમ રસીયા વસીયા વનમાં, સુંદર સરોવર તીર; વનહસ્તિ કરી ભક્તિ શિરપર, ઢોળે નિર્મળ નીર હાલા. વૈર વિચાર મનમાં પ્રભુને, વડતરૂ હેઠળ ભાળી, જબરી જળધારા વરસાવે, મસ્ત બની મેઘમાળી. વહાલા. ધરણેન્દ્ર પદ્માવતી પોતે, સમય વિચારી આવે; મેઘ સંહારી પાપ પખાળી, પ્રભુ ગુણ મહિમા ગાવે. હાલા. સમતામાં રહી કેવળ પદ લહી, અજર અમર અવિકાર, શિવ સુખ પામ્યા તે જીનવરની, પ્રતિમા તારણહાર. વહાલા. કલ્યવેલ ચિંતામણી સ્વામિ ! જગચિંતા દૂર કરતા; રઘુનન્દનના તનની પીડા, શાસનપતિ સંહરતા. ૦હાલા. સુરભુવનમાં સેવા પામી, જે પ્રતિમા બહુ કાળ; કળિકાળમાં જાગતી જ્યોતિ, અજારમાં છે હાલ હાલા. જગદગુરૂ પદવીના ધારક, વિજય હીર સૂરિરાય; અછત અમર પદ ઈચ્છક, પોતે પ્રેમે પ્રણમે પાય. હાલા. ઉનામાં યાત્રા આવી, કર્યા પ્રભુ દર્શન મોરારજીની ભક્તિ ભાળીને, અજીત થયે પ્રસન્ન. 'વહાલા.